આત્મહત્યા:ધરમનગરના યુવકે ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાખી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્ર આવ્યો ત્યારે પિતાનો લટકતો દેહ જોવા મળ્યો
  • 5દી’ પૂર્વે બેભાન થયેલા યુવકનું સારવારમાં મોત

ગાંધીગ્રામના ધરમનગરમાં રહેતા યુવકે શનિવારે રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, યુવકનો પુત્ર બહારથી ઘરે આવ્યો ત્યારે પિતાનો લટકતો દેહ જોઇ તે સ્તબ્ધ થઇ ગયો હતો. ધરમનગર આવાસ ક્વાર્ટર્સમાં રહેતા ધીરજભાઇ રાજુભાઇ રાઠોડે (ઉ.વ.40) પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, રાત્રે તેનો પુત્ર બહારથી ઘરે આવ્યો હતો અને રૂમમાં જતાં જ તેને તેના પિતા ધીરજભાઇનો લટકતો દેહ જોવા મળતાં તેણે દેકારો કરતા પાડોશીઓ દોડી ગયા હતા અને ધીરજભાઇને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ધીરજભાઇ રામાપીર ચોકડી પાસે તેના બનેવીના ફર્નિચરના શો-રૂમમાં કામ કરતા હતા, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

સિવિલ હોસ્પટલની નવી ઓપીડી બિલ્ડિંગમાં લેબોરેટરી પાસે તા.15ના એક યુવક બેભાન હાલતમાં મળી આવતા તેને ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, યુવક પાસેથી મળેલી કેસ ફાઇલમાં સંજય મનસુખભાઇ (ઉ.વ.30) માર્કેટિંગ યાર્ડ ઢોળા પાસે તેવું લખેલું હતું, યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોની ભાળ મેળવવા માટે વિવિધ ખિશામાં તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...