જિંદગીની નવી ઇનિંગ શરૂ:રાજકોટમાં 6 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડી ચૂકેલી યુવતીએ પોલીસ બનવા પ્રેક્ટિસ શરૂ કરી, હવે ડ્રગ્સનું નામ શુદ્ધા લેતી નથી, ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડશે

રાજકોટએક મહિનો પહેલા
  • અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા યુવકની માતાએ પોલીસને અરજી કરતા ઘટસ્ફોટ થયો હતો
  • 16 વર્ષની કાચી ઉંમરમાં ક્રિકેટર પ્રેમી અને તેના મિત્રોની સંગતમાં ડ્રગ્સના રવાડે ચડી ગઇ હતી

રાજકોટમાં યુવક અને તેની પૂર્વ પત્ની અમીએ છેલ્લા 6 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડીને કારકિર્દીને અંધકારમાં ધકેલી દીધાનો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસે બંનેને હોટલમાં ડ્રગ્સ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. જોકે અમીનું હાલ કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે, તેને નશાની લત છોડાવીને સમાજમાં માનભેર પુનઃસ્થાપન માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે યુવતીના સ્વભાવથી લઇ વાણી-વર્તન અને વિચારધારામાં મોટું પરિવર્તન આવ્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે તેણે પોલીસ બનવાનું મન બનાવીને પોલીસ ભરતીનું ફોર્મ ભરી દીધું છે.

ક્લાસિસ જોઇન્ટ કરી રનિંગ સહિતની ગ્રાઉન્ડ પ્રેક્ટિસ પણ શરૂ કરી
ક્લાસિસ જોઇન્ટ કરી રનિંગ સહિતની ગ્રાઉન્ડ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તેનું સ્વપ્ન છે કે, પોતે સતમાર્ગે વળ્યા પછી તેના પરિચયમાં છે એ તમામ નશાના બંધાણી મિત્રોને પણ નશાની ચુંગાલમાંથી મુક્ત કરાવવા. અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલો આકાશ નામનો યુવક કોલેજકાળમાં જ ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો. જેને પ્રેમ કરતો હતો એ સહપાઠી અમી પણ માત્ર 16 વર્ષની કાચી ઉંમરમાં તેના પ્રેમી આકાશ અને તેના મિત્રોની સંગતમાં ડ્રગ્સના રવાડે ચડી ગઇ હતી. અમી અને આકાશે લગ્ન કર્યા પછી છૂટા પડી ગયા. છતાં અમી અને આકાશ દરરોજ સાથે જ ડ્રગ્સનું સેવન કરતા હતા. છૂટાછેડા થયાના 10 દિવસ બાદ અમી અને આકાશે ફરી લગ્ન કર્યા હતા. બાદમાં ફરી છૂટાછેડા થઇ ગયા હતા.

પોલીસે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની જવાબદારી
જોકે અમી અને આકાશ એકબીજાથી છૂટા રહી ન શકતા નહોતા અને સાથે જ ડ્રગ્સનું સેવન કરતા હતા. આકાશની માતાએ પોલીસને અરજી કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે એક હોટલના રૂમમાં ડ્રગ્સનું સેવન કરી રેહલા આકાશ, અમી સહિત ત્રણ વ્યક્તિને ઝડપી લીધા હતા. જોકે આ બાદ પોલીસનું કામ કાનૂની કાર્યવાહી કરવા પૂરતું સિમીત ન હતું. કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની જવાબદારી પણ નિભાવવાની હોય છે.

અમી 6 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડી હતી, હવે પોલીસ બનવા પ્રેક્ટિસ શરૂ કરી.
અમી 6 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડી હતી, હવે પોલીસ બનવા પ્રેક્ટિસ શરૂ કરી.

પરિવાર જેવી હૂંફ અને લાગણી મળતા અમીનું વર્તન બદલાયું
ડ્રગ્સના બંધાણી યુવક-યુવતીને નશાની લતમાંથી મુક્ત કરાવવા પોલીસે બન્નેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. એસીપી ડી.વી.બસીયા, પીઆઇ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં સવારથી સાંજ સુધી અમીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. પીએસઆઇ એમ.એસ. અન્સારી, શાંતુબેન મૂળીયા દ્વારા તેને પરિવાર જેવી હૂંફ અને લાગણી મળતા અમીનું વર્તન બદલાઇ ગયું છે. એક કલાક પણ નશા વિના રહી ન શકતી અમી હવે ડ્રગ્સનું નામ શુદ્ધા લેતી નથી. જેવો સંગ તેવો રંગ એ ઉક્તી મુજબ પોલીસની કાર્ય પદ્ધતિ અને કાઉન્સેલિંગ પછી અમીએ પોતે પોલીસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

મહિલા પોલીસ સાથે રનિંગ પ્રક્ટિસ કરતી અમી.
મહિલા પોલીસ સાથે રનિંગ પ્રક્ટિસ કરતી અમી.

પરિચયમાં ડ્રગ્સના બંધાણીને સમજાવી વટભેર જિંદગી જીવવાની સલાહ આપશે
કોન્સ્ટેબલ શાંતુબેન મૂળિયાએ અમીને પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું ફોર્મ ભરાવ્યું છે, ગ્રાઉન્ડ ટેસ્ટની તૈયારી માટે શુઝ, ટ્રેકશૂટ ખરીદ કર્યા અને લેખિત પરીક્ષા માટે કોચિંગ ક્લાસમાં એડમિશન પણ કરાવ્યું. અમી સાંજે ઘરે જઇને હવે ઘરકામમાં પણ મદદ કરાવે છે. પોલીસની આટલી હૂંફ અને પોતાનામાં થયેલા બદલાવ પછી અમીએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે, પોતે પોલીસ બનીને ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તો તોડશે જ પરંતુ તેના પરિચયમાં નશાના બંધાણી છે એ તમામને ડ્રગ્સના નશામાંથી મુક્ત કરાવીને સમાજમાં વટભેર રહી શકે તેવા પ્રયાસ કરશે અને જિંદગીની નવી ઇનિંગ શરૂ કરશે.

પોલીસના કાઉન્સેલિંગને સફળતા મળી.
પોલીસના કાઉન્સેલિંગને સફળતા મળી.
હવે ઘરકામમાં પણ મદદ કરાવે છે.
હવે ઘરકામમાં પણ મદદ કરાવે છે.
જીવનમાં પરિવર્તન આવતા અન્ય માટે પણ પ્રેરણા બની.
જીવનમાં પરિવર્તન આવતા અન્ય માટે પણ પ્રેરણા બની.
અન્ય સમાચારો પણ છે...