આપઘાત:ચાર માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતીનો સાસરિયાના ત્રાસથી ગોંડલમાં આપઘાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની યુવતી ગોંડલ તેના સાસરિયામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી

ચાર મહિના પૂર્વે જ પ્રેમલગ્ન કરી સાંસારિક જીવનનો પ્રારંભ કરનાર રાજકોટની યુવતીએ શનિવારે રાત્રે ગોંડલમાં તેના સાસરિયામાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સાસરિયાના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી આવકાર રેસિડેન્સીમાં રહેતી ભાવિકા ચિરાગ બલદાણિયા (ઉ.વ.19)ની લાશ તેના જ ઘરમાંથી શનિવારે રાત્રે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

ઘટનાને પગલે મૃતકના માતા-પિતા ગોંડલ દોડી ગયા હતા અને ભાવિકાને ગળાટૂંપો દઇ હત્યા કરી હોવાનો આક્ષેપ કરતાં ગોંડલ પોલીસે ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી. ભાવિકાની હત્યા કરવામાં આવ્યાની વાત વાયુવેગે ફેલાઇ જતાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી સહિત સિંધી સમાજના લોકો હોસ્પિટલે ઊમટી પડ્યા હતા.

અને એક તબક્કે તો હત્યાનો ગુનો નોંધાઇ નહીં ત્યાં સુધી લાશ નહીં સંભાળવાનું કહેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, ભાવિકાના શરીર પર અગાઉ કરાયેલી મારકૂટના ઇજાના નિશાન જોઇ પિયરિયાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અંતે પોલીસે મૃતકના સાસરિયાં સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો.

ભાવિકાના લગ્ન ચિરાગ સંજય બલદાણિયા સાથે થયા હતા, ચિરાગની માતા મીના ઉર્ફે સોનું પણ સિંધી સમાજના છે તેથી લગ્નન સહમતી આપી હતી, પરંતુ લગ્ન બાદ પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપવા લાગ્યા હતા, દિયર રીતિક પણ અઘટિત માંગ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...