વાવડી વિસ્તારમાં રહેતી યુવતીએ યુનિવર્સિટી રોડ પર આવેલા આવાસમાં રહેતા હાર્દિક ભરત દેશાણી નામના ધરાર પ્રેમીની ધમકીથી કંટાળીને સોમવારે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીએસઆઇ એસ.આર.જોગરાણા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
મૂળ મોરબીની અને હાલ રાજકોટમાં રહેતી યુવતીએ પોલીસને જણાવેલી વિગત મુજબ, ચાર વર્ષ પહેલા તે દર્શન કરવા ગઇ હતી. ત્યાં હાર્દિક સાથે પરિચય થયો હતો. બાદમાં બંનેએ મોબાઇલ નંબરની આપલે કરી હતી. પોતે હાર્દિકને નાનો ભાઇ માનતી હતી.
દરમિયાન ચાર મહિના પહેલા તે સાધુવાસવાણી રોડ પર હતી. ત્યારે હાર્દિક ત્યાં ભેગો થયો હતો અને તું મને ગમે છે, મારે તારી સાથે રહેવું છેની વાત કરી હતી. જેથી તને હું નાનો ભાઇ માનતી હોવાનું જણાવતા તે ઉશ્કેરાય ઝઘડો કરી જતો રહ્યો હતો.
બાદમાં 20 દિવસ પહેલા હાર્દિક સવારના સમયે પોતાને ભેગો થયો હતો. ત્યારે તેને પોતાને ઊભી રાખી તે શું નક્કી કર્યુ છેની વાત કરી હતી. જેથી તું મારો ભાઇ છો તેવું કહેતાની સાથે જ તે ઉશ્કેરાય ગયો હતો અને ગાળો ભાંડી સરાજાહેર પોતાને માર મારવા લાગ્યો હતો. ત્યાર બાદ તે અવારનવાર પોતાનો પીછો કરી ધમકી દેતો હોય કંટાળીને બહેનપણીના ઘરે જતી રહી હતી અને ત્યાં ફિનાઇલ પી લીધાનું યુવતીએ જણાવ્યું છે. પીએસઆઇ જોગરાણાએ ગુનો નોંધી ધરાર પ્રેમી સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
સાથે ફરવા જવાનું દબાણ કરતો હતો
સેટેલાઇટ ચોક પાસે રહેતી જયશ્રી પીપળિયાએ પોલીસને જણાવ્યું હતું કે, પોતે રાજકોટ રહેતા માવતરને ત્યાંથી પરત ઘરે જતી હતી. ત્યારે મુન્ના ડોબરિયા સાથે ઓળખાણ થઇ હતી. બંને વચ્ચે મોબાઇલમાં વાતચીત થતી રહેતી હોય મુન્નાએ પોતાને કામ અપાવી દેવાના બહાને બહાર ફરવા લઇ જવા દબાણ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.