તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિંદગી ટૂંકાવી:કાલાવડની યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂલથી દવા પી ગયાનું પરિવારજનોનું કથન

જામનગર જિલ્લાના કાલાવડ ગામની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. કાલાવડ ગામે રહેતી એકતા પ્રકાશભાઇ ચાવડા નામની 19 વર્ષીય યુવતીએ શુક્રવારે તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બનાવની પરિવારજનોને ખબર પડતા તુરંત સારવાર માટે જામનગર હોસ્પિટલ લઇ જવાઇ હતી. ત્યાં તબિયત બગડતા વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી.

જ્યાં એકતાએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ ખાનગી હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં એકતા એક ભાઇ, બે બહેનમાં મોટી હતી. પિતા ખાનગી પેઢીમાં નોકરી કરતા હતા. એકતાની સગાઇ થઇ ગઇ હતી અને દિવાળી બાદ લગ્ન થવાના હોવાનું જાણવા મળ્યું છે. એકતા ભૂલથી ઝેરી દવા પી ગઇ હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. રાજકોટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવતીના આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ કાલાવડ પોલીસને મોકલી આપી છે.

જયારે અન્ય એક બનાવમાં આંબેડકરનગર-8માં રહેતા નરશી મનસુખભાઇ ચૌહાણ નામના યુવાને પોતાના પર ચાર શખ્સે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે. તે શુક્રવારે લોધિકાના પાળ ગામે હતો ત્યારે રૈયાધારમાં રહેતો શ્યામ નાનજી દેત્રોજા, સાગર ભીખુ મકવાણા, આફતાબ અને એક અજાણ્યો શખ્સ બે ટુ વ્હિલર પર આવી ઉઘરાણી મુદ્દે ઝઘડો કરી પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઇજા થતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત નરશીના જણાવ્યા મુજબ, તેને દોઢ મહિના પહેલા આરોપી શ્યામ દેત્રોજા પાસેથી રૂ.50 હજાર ઉછીના લીધા હતા. જે રકમ 15 દિવસ પહેલા ચૂકવી દેવા છતાં વધુ વ્યાજની માગણી કરી હુમલો કર્યાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...