તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારનો આક્ષેપ:રાજકોટમાં લોકડાઉનમાં ધંધો ન ચાલતા યુવાને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, બારણું બંધ હોવાથી મોટાભાઇએ બારીમાંથી ભાઇને લટકતો જોયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. - Divya Bhaskar
મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
  • શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા રાજીવ ગાંધી આવાસનો બનાવ

રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે અનેક પરિવાર આર્થિક ભીંસમાં સપડાયો છે. આથી અગાઉ પણ નાના વેપારીઓએ આપઘાતનો પ્રયાસ કે આપઘાત કરી લીધો છે. ત્યારે શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસમાં રહેતા યુવાને ધંધો ન ચાલતા ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ દોડી જઇ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક પ્રકાશ અપરિણીત હતો
પ્રાપ્ત વિગત અનુસાર સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરીની સામે રાજીવ ગાંધી આવાસ યોજના ક્વાર્ટસમાં રહેતા પ્રકાશ કાળુભાઇ ચૌહાણ (ઉં.વ.25) નામના યુવાને પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રકાશ ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના પિતા હયાત નથી અને પોતે અપરિણીત હતો. પ્રકાશ મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

મોટાભાઇએ બારણું ખખડાવ્યું પણ ખોલ્યું નહિ
પ્રકાશનો મોટો ભાઇ પ્રદિપ આજે સવારે ઉઠ્યો ત્યારે પ્રકાશના રૂમનું બારણુ બંધ હતું. આથી બારણું ખખડાવતા ખોલ્યુ નહીં. એટલે તેની બારીમાંથી જોતા નાનો ભાઇ પ્રકાશ લટકતો હતો. ત્યારબાદ 108ને જાણ કરતા ઇએમટી અરૂણાબેન ચાવડા અને પાયલોટ પુષ્પરાજસિંહ ઝાલા ઘટનાસ્થળે દોડી ગયા હતા. રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઇએમટી અરૂણાબેને પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. તેમજ યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાગળો કર્યા હતા. પ્રકાશે લોકડાઉન બાદ કામધંધો ન ચાલતા પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

કોરોનામાં બેકાર થતા શ્રમિકનો આપઘાત
કણકોટ ગામે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઇ મકવાણા નામના યુવાને 8 દિવસ પહેલા તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. રાજેશને રૂમમાં લટકતો જોઇ પરિવારે તુરંત નીચે ઉતાર્યો હતો. અને 108ને જાણ કરી હતી. 108ની તપાસમાં રાજેશનું મોત નીપજ્યાનું જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસની તપાસમાં રાજેશ મજૂરીકામ કરતો હતો. પરંતુ કોરોનાની મહામારીના સમયમાં કામકાજ નહિ મળવાથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. પત્ની અને પુત્રીનું ગુજરાન કેવી રીતે ચલાવશેની ચિંતામાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.