• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Young Man Who Was Going To Give A Bike To His Elder Brother Near Ghoghavdar In Gondal Died When He Was Hit By An Unknown Car.

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:કિશાનપરા ચોકમાં ડેન હેવન સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ, સંચાલક ગ્રાહક પાસેથી 4 હજાર પડાવી યુવતીને 1 હજાર અપાતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેન હેવન સ્પામાં દેહવ્યાપાર કરાવતો આરોપી સાગર ભોજાણીની ધરપકડ. - Divya Bhaskar
ડેન હેવન સ્પામાં દેહવ્યાપાર કરાવતો આરોપી સાગર ભોજાણીની ધરપકડ.
  • ગોંડલના ઘોઘાવદર નજીક અજાણી કારે અડફેટે લેતા યુવાનનું મોત
  • વડાળી ગામે માતાજીના દર્શન કર્યા બાદ યુવકે એસીડ પીધું
  • એક મહિના પહેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત

રાજકોટ DCP ઝોન 2ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. શહેરના કિશાનપરા ચોકમાં ત્રિવેણી સંગમ કોમ્પ્લેક્ષના પહેલા માળે ડેન હેવન સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે રેડ પાડી હતી. જેમાં પોલીસે સાગર ભોજાણીની ધરપકડ કરી ફરાર અબ્દુલ કાદરીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી દેહવ્યાપાર કરાવી ગ્રાહક પાસેથી 4000 રૂપિયા વસૂલી યુવતીને 1000 આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગોંડલ નજીક કારે અડફેટે લેતા યુવાનનું મોત
જસદણના કાનપુર ગામનો વતની અને હાલ સુરત રહેતા મોહિતપરી રમેશપરી ગોસાઈ નામના યુવાને વતનમાં આંટો મારી પરત જઈ રહ્યો હતો ત્યારે ગોંડલના ઘોઘાવદર નજીક અજાણ્યા કારના ચાલકે તેના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મોહિતનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

ગોંડલ નજીક કારે બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.
ગોંડલ નજીક કારે બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.

પોલીસે કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
મોહિતની સારવાર કારગત નિવડે તે પૂર્વે તેણે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક મોહિતપરી ગોસાઈ ગોંડલ નોકરી કરતાં પિતરાઈ ભાઈને બાઈક આપીને ત્યાંથી સુરત જવાનું હોવાથી બાઈક આપવા જઈ રહ્યો હતો ત્યારે GJ03LR4674 નંબર પ્લેટ ધરાવતા કારના ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વડાળી ગામે માતાજીના દર્શન કર્યા બાદ યુવકે એસીડ પીધું
શહેરના રૈયા રોડ રૈયાધાર વિસ્તારમાં રહેતો જયેશ રમણીકભાઈ ટિલાવત નામનો યુવાન ગઈકાલે સવારે તેના ઘરેથી માતાજીના દર્શન કરવા વડાળી ગામે ગયો હતો. દર્શન કર્યા બાદ માતાજીના મંદિરની અંદર જ માનસિક બિમારીથી કંટાળી જઈને એસીડ પી લીધું હતું. જેથી જયેશ મંદિરના પરિશ્રમમાં બેભાન હાલતમાં પડ્યો હતો. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીએ બેભાન હાલતમાં પડેલા જયેશને જોઈને 108ને જાણ કરી હતી. હાલ જયેશને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

PGVCLના કર્મચારીને માર મારનાર 7 શખસને 3 વર્ષની સજા
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામે ફીડરમાં ફોલ્ટ હોવાથી માધાપર સબ ડિવીઝનના વીજ કર્મચારીઓ રિપેરીંગમાં ગયા હતા. ત્યારે રિપેરીંગ દરમિયાનનો ડાયરેક્ટ લંગર દ્વારા વીજચોરીનો વાયર દૂર કર્યો હતો. જેનો ખાર રાખી પ્રભાત વિભા ખીમાણીયા, અરજણ હાજા હુબલ, જનક કાથડ ખીમાણીયા, ખોડા કુકા મેર, મહેશ ભવાન લાંબડીયા, વિહા ભવાન લાબડીયા અને દિનેશ ખોડા બલદાણીયાએ માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં નાયબ એન્જિનિયર વિપુલભાઈ નારણભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા તમામ શખ્સોને તકસીરવાન ફેરવી ત્રણ વર્ષની કેદ અને ત્રણ હજારનો દંડ અને દંડ ભરવામાં કસૂર ઠરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે.

એક મહિના પહેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત
શાપર-વેરાવળ પાસે એક મહિના પહેલા બાઇકે અડફેટે લેતા ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળ કેપ્ટન ગેટ સામે ગત તા. 9 એપ્રિલના રોજ બાઇક નંબર GJ-03-KM-6311 ના ચાલકે પ્રૌઢ ચંદુભાઇ સેનવાને અડફેટે લેતા ગંભીર ઇજા થતા પ્રથમ રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિક્રમભાઇ સેનવાની ફરિયાદ ઉપરથી શાપર-વેરાવળ પોલીસે બાઇક ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

GEBના આસીસ્ટન્ટ જુનીયર કલાર્કનું અકસમાતમાં મોત
જસદણના રાણીંગપર ગામમાં રહેતા અને GEBમાં આસીસ્ટન્ટ જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેશભાઇ ખોડાભાઇ સોરાણી (ઉ.વ. 28) સવારે પોતાનું બાઇક લઇને કાલાવડના મોટા વડાળા ગામે બીલ બનાવવા માટે જતા હતા ત્યારે શીશાંગ ગામ પાસે કોઇ અજાણી ફોર વ્હીલના ચાલકે બાઇકને હડફેટે લેતા મહેશભાઇ ફંટોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક કાર લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મહેશભાઇના પિતા ખેતીકામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી છે. પાંચ બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે.

500 રૂપિયા માટે પતિનો પત્ની પર હિચકારી હુમલો
રાજકોટ શહેરના રૈયા રોડ પર બાપાસીતારામ ચોક મીરાનગર શેરી નં. 4માં રહેતા ખુશ્‍બુબેન જીતેશભાઇ રાયઠ્ઠા (ઉ.વ.38) બપોરે લાખાજીરાજ રોડ પર બાલાજી સેન્‍ડવીચની પાસે ગણેશ ફેશન નામની પોતાની દુકાને હતા. ત્‍યારે તેના પતિ જીતેશે આવી તેની પાસે રૂા.500 માગતા ખુશ્‍બુબેને પૈસા ન આપતા પતિએ ઉશ્‍કેરાઇને માથાના ભાગે સળીયો ફટકારી નાસી ગયો હતો. બાદ ખુશ્‍બુબેનને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પતિ કામ ધંધો કરતો ન હોઇ અવાર નવાર પૈસા માંગતો હતો. પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પૂત્રી છે. ત્રણ મહિના પહેલા દીકરીનું મૃત્‍યુ થયું હતું. ત્યારે આજના બનાવ આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ખુશ્‍બુબેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા
ખુશ્‍બુબેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

(દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત,ગોંડલ)