તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Young Man Who Had Twice Attempted Suicide In Depression Jumped From The 12th Floor And Shortened His Life, Entering The Empire Building At 11.47am And Dying At 11.50am.

આપધાત:ડિપ્રેશનમાં અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને 12મા માળેથી કૂદી જિંદગી ટૂંકાવી, 11.47 મિનિટે એમ્પાયર બિલ્ડિંગમાં પ્રવેશી 11.50 મિનિટે મોતનો કૂદકો માર્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જો વધુ એક વખત વિચાર્યું હોત તો બચી જાત - Divya Bhaskar
જો વધુ એક વખત વિચાર્યું હોત તો બચી જાત

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોકમાં આવેલી 13 માળની બિલ્ડિંગના 12મા માળેથી પડતું મૂકી યુવકે જિંદગીનો અંત આણી લીધો હતો. ડિપ્રેશનમાં સપડાયેલા યુવકે અગાઉ બે વખત આપઘાતની કોશિશ કરી હતી અંતે જિંદગી ટૂંકાવી લીધી હતી.અયોધ્યા ચોકમાં આવેલી એમ્પાયર બિલ્ડિંગના 12મા માળેથી બુધવારે બપોરે એક યુવકે પડતું મૂકતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પાર્કિંગમાં પડેલા બાઇકને આધારે તપાસ કરતાં મૃતક રૈયારોડ પરની તિરુપતિ સોસાયટીમાં રહેતો ભાવિક ગિરીશભાઇ ભાટેલિયા (ઉ.વ.21) હોવાનું ખુલ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇમાં મોટા ભાવિકે બીએસસી સુધી અભ્યાસ કર્યો હતો, છેલ્લા છ મહિનાથી તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો, અને ઘર પાસે એક દુકાનમાં હેન્ડિક્રાફ્ટનો વ્યવસાય કરતો હતો.ભાવિક માનસિક બીમારીમાં સપડાતા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ડો.કોમલની ક્લિનિકમાં અગાઉ તેની સારવાર પણ ચાલુ હતી, બુધવારે તેના પિતા એલઆઇસીના કર્મચારી ગિરીશભાઇ જામનગર ગયા હતા.

અને માતા શાકભાજી લેવા ગયા હતા ત્યારે એકલતાનો લાભ ઉઠાવી ભાવિક પોતાનું બાઇક લઇને ઘરેથી નીકળી ગયો હતો અને 11.47 મિનિટે એમ્પાયર બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો, બિલ્ડિંગના 12મા માળે આવેલા સ્મોકિંગ ઝોન વિસ્તારની ગેલેરીમાં જઇ 11.50 મિનિટે ભાવિકે ત્યાંથી મોતનો કૂદકો મારી દીધો હતો. યુવાન પુત્રના આપઘાતથી પરિવારજનો શોકના દરિયામાં ડૂબી ગયા હતા.

ભાવિકને સતત આપઘાતના વિચાર આવતા, મેં બહુ સમજાવ્યો તો: પીઆઈ વાળા
છ મહિનાથી ભાવિક ડિપ્રેશનનો શિકાર બન્યો હતો અને બે વખત આપઘાતની કોશિશ કરી હતી, પીઆઇ ખુમાનસિંહ વાળાએ અગાઉ ત્રણેક લોકોને આપઘાત કરતા અટકાવ્યાના સમચારા વાંચી ભાવિકના માતાપિતા તેને લઇને પીઆઇ વાળા પાસે અગાઉ ગયા હતા અને પીઆઇ વાળાએ પણ ભાવિકની સમગ્ર માહિતી મેળવ્યા બાદ તેને ખરાબ વિચારને બદલે સારી રીતે જીવવા અને સારા પુસ્તકો વાંચવા માટે પ્રેર્યો હતો, ભાવિક પણ એ સમયે થોડો સ્વસ્થ થયો હતો અને સમય મળ્યે પોલીસ સ્ટેશને જઇને પીઆઇ વાળાને મળતો ત્યારે પણ પીઆઇ વાળા તેને પોઝિટિવિટીના લેશન શીખવતા હતા.

ઘટનાથી અજાણ જનેતાએ PIને કહ્યું પુત્ર મળી જાય એટલે સાંજે જમવા આવજો
ભાવિક ઘરેથી નીકળી ગયાની જાણ થતાં જ તેની માતા જ્યોતિબેને તાકીદે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યાં સુધીમાં ભાવિકે અંતિમ પગલું ભરી લીધું હતું અને તે અંગેની પીઆઇ વાળાને જાણ પણ થઇ ગઇ હતી, એકલી મહિલાને તેના પુત્રના આપઘાતના સમાચાર આપવાનું યોગ્ય નહીં લાગતા પીઆઇ વાળાએ ભાવિકની તપાસ કરી રહ્યાની વાતચીત કરી હતી તે વખતે જ્યોતિબેને કહ્યું હતું કે ભાવિક મળી જાય પછી સાંજે ઘરે જમવા આવજો, અને સાંજે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે જનેતા સ્તબ્ધ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...