રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:શાપર પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા રિક્ષાની રાહ જોતા યુવાનનું મોત, કંપનીમાંથી કામ પૂરૂ કરી પિતા સાથે ઘરે પરત ફરતો હતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપરમાં ભૂમિ ગેટ રોડ પર રહેતાં અને અતુલ ઓટોમાં કામ કરતો ચેતન સવજીભાઈ જાદવ (ઉં.વ.22) ગઈકાલે તેના પિતા સાથે કંપનીમાંથી કામ પુરૂ કરી ઘરે પરત ફરતો હતો. ત્યારે વિકાસ સ્ટવ પાસે રોડ પર બન્ને રિક્ષાની રાહ જોઈ ઉભા હતાં. ત્યારે પૂરપાટ ઝડપે આવેલાં ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં યુવક રોડ પર પટકાયો હતો. જેને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

ચોટીલા ચાલીને જતા બે મિત્રને ટ્રકે અડફેટે લેતા એકનું મોત
રાજકોટ શહેરના આંબેડક૨નગ૨માં ૨હેતા હિતેનભાઈ જીવાભાઈ ચૌહાણ નામના 40 વર્ષીય યુવાન તેમના મિત્ર ભગા ભોજાણી સાથે ચોટીલા માનતા પૂરી ક૨વા જતા હતા. ત્યારે કુવાડવા ગામ પાસે વસીલા હોટલ નજીક પહોંચતા પૂ૨ ઝડપે આવી ૨હેલા ટ્રકે હિતેનભાઇને ઠોકરે લેતા ગંભી૨ ઈજા પહોંચી હતી. બાદમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હિતેનભાઈનું સા૨વા૨ દરમિયાન મોત નીપજ્યું હતું. હિતેનભાઈ મજૂરી કામ ક૨તા હતા. તેઓ મૂળ અમરેલીના વતની હોવાનું અને ત્રણ ભાઈમાં મોટા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાનની ફાઈલ તસવીર.
મૃતક યુવાનની ફાઈલ તસવીર.

ઉજ્જૈનમાં કાર અકસ્માતમાં રાજકોટના ટ્રાવેલ્સ માલિકનું મોત
રાજકોટની કનૈયા ટ્રાવેલ્સના માલિક ગંગદાસભાઈ જોગરાણાની યાત્રાની બસ ઉજ્જૈન તરફ ગઈ હતી. ત્યાં બસમાં કોઈ ખામી સર્જાતા તાત્કાલિક રીપેરિંગની જરૂર પડી હતી. પરંતુ ત્યાં કોઈ મિકેનિક ન મળતા બસના ડ્રાઇવરે ગંગદાસભાઈને ફોન કરતા ગંગદાસભાઈ ખુદ કાર મારફતે ઉજ્જૈન જવા રવાના થયા હતા. દરમિયાન કારને અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયેલા ગંગદાસભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પરિવારજનો ઉજ્જેન દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. જે બાદ મૃતદેહને રાજકોટ લાવી અંતિમસંસ્કારની વિધિ આજે કરવામાં આવી હતી. તેમને સંતાનમાં બે પુત્રો દેવકરણભાઈ અને કાનાભાઈ છે. ગંગદાસભાઈ ભરવાડ સમાજમાં અગ્રણીય સ્થાન ધરાવતા હતા. સમૂહલગ્ન જેવા સામાજિક કાર્યોમાં પણ સમાજ સેવા માટે હંમેશા આગળ પડતું કામ કર્યું હતું. તેમના અવસાનથી સમાજમાં શોક છવાયો છે.

મૃતક ગંગદાસભાઈની ફાઈલ તસવીર.
મૃતક ગંગદાસભાઈની ફાઈલ તસવીર.

દેશી તમંચા અને કાર્ટીસ સાથે બે શખ્સ ઝડપાયા
રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર પોલીસે દેશી બનાવટના તમંચા અને એક કાર્ટીસ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ કરતા આરોપીઓએ તેનું નામ અક્ષય ઉર્ફે રામનરેશ જાટબ અને રેવાસિંહ સંજયસિંહ ધ્રુવે જણાવ્યું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વિસ રોડ પરથી પસાર થતા બન્ને આરોપીને અટકાવી તલાસી લેતા અક્ષયના કબ્જામાંથી તમંચો અને રેવાસિંહના કબ્જામાંથી કાર્ટીસ મળી આવી હતી.

પુત્રીના જન્મ બાદ માતાનું મોત
રાજકોટ શહેરના ગોકુલપરા વિસ્તારમાં ૨હેતા સંગીતાબેન ધી૨જભાઈ ખીમસુરીયા (ઉં.વ.29) નામના મહિલાને રવિવારે પ્રસુતિની પીડા ઉપડતા તેણીને પરિવારજનોએ ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં સોમવારે સંગીતાબેને પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીને જન્મ આપ્યા બાદ સંગીતાબેનને ૨ક્તસ્ત્રાવ વધતા તેણીની તબિયત લથડી હતી અને વધુ સા૨વા૨ માટે તેઓને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બે દિવસની સા૨વા૨ બાદ આજે સવા૨ના સમયે સંગીતાબેનએ સા૨વા૨ દ૨મ્યાન દમ તોડી દેતા ફ૨જ પ૨ના તબીબે તેઓને મૃત જાહે૨ ર્ક્યા હતા. પતિ ધી૨જ મજૂરી કામ કરે છે. સંગીતાના લગ્નને હજુ દોઢ વર્ષ થયા હતા, આ તેમની પહેલી ડિલિવરી હતી. અચાનક પરિણીતાના મૃત્યુથી પુત્રી જન્મનો ઉત્સાહ માતાના મૃત્યુથી માતમમાં છવાયો હતો.

દેશી તમંચા અને એક કાર્ટીસ સાથે બે આરોપીની ધરપકડ
દેશી તમંચા અને એક કાર્ટીસ સાથે બે આરોપીની ધરપકડ

આરોપીએ અમુક ગ્રાહકોને ફોટા પણ મોકલ્યા હતા
પ્રાથમિક પૂછપરછમાં આરોપી અક્ષયે એવી કબુલાત આપી હતી કે, દીવાળીના સમયગાળા દરમિયાન વતન ગયો હતો. ત્યારે તમંચો અને કાર્ટીસ લઇ આવ્યો હતો. જે શાપર આવી તમંચો અને કાર્ટીસ વેચવાની ફિરાકમાં હતા. અમુક ગ્રાહકોને ફોટા પણ મોકલ્યાની માહિતી પોલીસને મળી છે. જો કે બન્ને આરોપીઓ તમંચો અને કાર્ટીસ વેચે તે પહેલા પોલીસની ઝપટે ચડી ગયા હતા.

જનરલ સ્ટોરના તાળા તોડી 1.86 લાખની ચોરી
વર્ષ 2023ના પ્રારંભ સાથે જ તસ્કરો પણ એક્ટિવ થઈ ગયા છે. શહેરના આજી ડેમ ચોક પાસે જનરલ સ્ટોરના તાળા તોડી તસ્કરો રોકડા 1.86 લાખ ચોરી જતા આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને આજી ડેમ ચોક નજીક ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ક્રિષ્ના જનરલ સ્ટોર નામે વેપાર કરતા ધર્મેશભાઈએ આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રે દુકાનને તાળું મારી હું ઘરે જતો રહ્યો હતો. દરમિયાન સવારે સાડા પાંચેક વાગ્યે દુકાનમાં કામ કરતા પ્રકાશ વર્માએ ફોન કરી દુકાનનું શટર અને તાળું તૂટેલું છે તેવું જણાવતા બનેવી દીપકભાઈને ફોનથી જાણ કરતા તે પણ દુકાને પહોચી ગયા હતા. દુકાનમાં ચેક કરતા ગલ્લામાંથી 1.86 લાખ રોકડા, પાકીટમાંથી બે વાહનોની આરસી બૂક, પાનકાર્ડ વગેરે તસ્કરો ચોરી કરી ગયા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

જુગાર રમતી 10 મહિલાની ધરપકડ
રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલ પારિતોષ એપાર્ટમેન્ટના બ્લોક નં.601માં ચાલતા જુગારધામમાં પોલીસે દરોડો પાડી પતા રમતી 10 મહિલાને ઝડપી પાડી રૂ.33 હજારની રોકડ કબ્જે કરી હતી. યુનિવર્સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે ઈન્દિરા સર્કલ પાસે આવેલ સંતોષ ડેરી નજીક પારિતોષ એપાર્ટમેન્ટના બ્લોક નં.601માં રહેતી ગીતાબેન કિરણ ઠક્કરના મકાનમાં બંધબારણે ચાલતા જુગારધામમાં દરોડો પાડી ગીતાબેન ઠક્કર, પ્રફુલાબેન કિશોર દક્ષિણી, જસુબેન લાલજી દુદાણી, કુસુમબેન શશી વીકાણી, અર્પિતાબેન ભાવેશ ફળદુ, જયદેવીબેન શાંતિ લાડાણી, જોસનાબેન અરવિંદ રંગાણી, શારદાબેન પ્રફુલ્લ ગોધાણી, નિરૂબેન શાંતિ કથરોટિયા અને અરુણાબેન અરવિંદ નથવાણીને પકડી રૂ.33 હજારની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...