ત્રણ દિવસમાં બીજી હત્યા:રાજકોટના મેંગો માર્કેટ નજીક યુવકની બોથડ પદાર્થ વડે હત્યા, રસ્તા વચ્ચે પત્નીનું 'મુકા બોલ, મૂકા બોલ' ની ચીસો પાડી હૈયાફાટ રૂદન, હત્યામાં ઘરના જ ઘાતકી નીકળે તેવી શક્યતા,

એક વર્ષ પહેલા
  • ક્રાઇમ બ્રાંચે મૃતકના સાળાઓ, પત્નિ, બહેન સહિતની પુછતાછ શરૂ કરી
  • પોલીસ દ્વારા મૃતકનો મૃતદેહ એમ્બ્યુલન્સના બદલે છોટા હાથી જેવા વાહનમાં લઈ જવાયો હતો

રાજકોટ શહેરમાં ગુનોગારો પોલીસના ડર વગર બેખૌફ બનીને મુક્તપણે હત્યાઓ કરતા થઈ ગયા હોય એવા ઘાટ ઘડાઈ રહ્યા છે. હજુ બે દિવસ પૂર્વે શહેરના હોસ્પિટલ ચોકમાં સમીસાંજે વીંછિયા પંથકના પ્રૌઢને તેના જ બે મિત્રોએ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધા હતા. ત્યારે આજે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ જતાં મેંગો માર્કેટ પાસે અજાણ્યા યુવાનની માથા અને આંખ સહિતના ભાગ પર બોથડ પદાર્થ ફટકારી હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતકનાં પરિવારજનોને જાણ કરતાં તેની પત્ની સોનલબેને ઘટનાસ્થળે આવીને પતિના મૃતદેહ પાસે બેસીને રસ્તા વચ્ચે 'મુકા બોલ, મૂકા બોલ' ની ચીસો પાડી હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના અંગે તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટના અંગે તજવીજ શરુ કરી હતી.ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા મૃતકનો મૃતદેહ એમ્બ્યુલન્સના બદલે છોટા હાથી જેવા વાહનમાં લઈ જવાયો હતો.

હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. - ACP
આ બનાવ અંગે ACP ટંડને જણાવ્યું હતું કે,' એક જાગૃત નાગરિકનો સવારે 9 વાગ્યે કંટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો અને ત્યાં અમને આ યુવકની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં તે પોરબંદરનો વતની છે તેવી સામે આવ્યું છે અને તેના ગજવામાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી જેના આધારે તેની પત્નીની નો સંપર્ક કરવામાં આવ્યો છે. યુવકની હત્યા થઈ કે તે પડી ગયો છે, એ અંગેની માહિતીતો પોસ્ટમોર્ટમ બાદ જ મળશે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં તે પોરબંદરનો વતની છે તેવી સામે આવ્યું છે - ACP
પ્રાથમિક તપાસમાં તે પોરબંદરનો વતની છે તેવી સામે આવ્યું છે - ACP

ક્રાઇમ બ્રાંચે મૃતકના સાળાઓ, પત્નિ, બહેન સહિતની પુછતાછ શરૂ કરી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશે સાંજે દારૂ પી પોતાની પત્નિ સોનલ અને વચ્ચે પડેલી બહેન ભારતી સાથે મારકુટ કરી હતી. તેની બહેન ભારતીના લગ્ન તેના (મુકેશના) સાળા ગોપાલ ઉકા સોલંકી સાથે થયા છે. આમ સામ-સામે સગપણ હોઇ અને મુકેશ વર્ષોથી સાળાઓ સાથે તેના ઘરની સામે જ રહતો હતો. પત્નિ-બહેનનેની મારકુટ કરીને માથાકુટ થયા બાદ તેના પર હુમલો થતાં તે પડી ગયો હતો અને માથામાં ઇજા થતાં બેભાન જેવો થઇ ગયો હતો. એ પછી ઘરથી આશરે બે કિ.મી. દૂર ખાડામાં ફેંકી દેવાયો હતો. આ સ્થળે તેના માથામાં પથ્થર કે બીજો પદાર્થ ફટકારાયાની શકયતા છે. હત્યામાં ઘરના જ ઘાતકી હોવાની શંકાએ બી-ડિવીઝન અને ક્રાઇમ બ્રાંચે મૃતકના સાળાઓ, પત્નિ, બહેન સહિતની પુછતાછ શરૂ કરી છે.

મૃતદેહ એમ્બ્યુલન્સના બદલે છોટા હાથી જેવા વાહનમાં લઈ જવાયો હતો
મૃતદેહ એમ્બ્યુલન્સના બદલે છોટા હાથી જેવા વાહનમાં લઈ જવાયો હતો

પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાન મૂળ પોરબંદરનો વતની છે અને હાલ રાજકોટમાં મામાવાડી તરફ રહે છે. મૃતક દેવીપૂજક હતો અને તેનું નામ મુકેશ કાનાભાઇ સોલંકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હત્યા કોણે અને શા માટે કરી? એ અંગે તપાસ-ટીમે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની શક્યતા છે. હત્યાનો ભોગ બનનાર વિરુદ્ધ પોરબંદરમાં અમુક ગુના હોવાની પ્રાથમિક માહિતી પણ પોલીસને મળી છે.

ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

બે દિવસે પૂર્વે હોસ્પિટલ ચોકમાં એક પ્રૌઢની હત્યા થઈ હતી
રાજકોટમાં આ જ પ્રકારે હોસ્પિટલ ચોકમાં સમીસાંજે વીંછિયા પંથકના પ્રૌઢને તેના જ બે મિત્રોએ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધા હતા. હત્યા કરી ભાગી રહેલા બંનેને પોલીસે ઉઠાવી લીધા હતા. હોસ્પિટલ ચોકમાં નવા બની રહેલા ઓવરબ્રિજના ખાડામાં લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતક વીંછિયાના પીપરડી ગામનો કાળુ પાલાભાઇ પરમાર (ઉં.વ.50) હોવાનું ખૂલ્યું હતું. હત્યા બાદ ભાગી રહેલા બંને આરોપી સીસીટીવીમાં કેદ થતાં પોલીસે એના આધારે ગણતરીની કલાકોમાં જ તેમની ધરપકડ કરી હતી.

બે દિવસે પૂર્વે હોસ્પિટલ ચોકમાં એક પ્રૌઢની હત્યા થઈ હતી.
બે દિવસે પૂર્વે હોસ્પિટલ ચોકમાં એક પ્રૌઢની હત્યા થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...