તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રાજકોટમાં ઝાપટાં, ધારીના ખીચા ગામે વીજળી પડતાં યુવાનનું મોત; મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે કમોસમી વરસાદ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસ્વીર - Divya Bhaskar
ફાઇલ તસ્વીર
  • બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું

છેલ્લા 3 દિવસથી રાજકોટ શહેરમાં વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે, જેમાં સવારથી બપોર સુધી તાપમાન 41 ડિગ્રી નજીક રહે છે ત્યારબાદ હવામાનમાં પલટો થતાં ધૂળની ડમરીઓ પણ ઊડે છે અને હળવા ઝાપટાં પણ પડે છે. એવીજ રીતે રાજકોટ શહેરમાં બુધવારના રોજ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું, અને બપોર બાદ હવામાન બદલાતા વાદળ પણ છવાઇ ગયા હતા અને હળવા ઝાપટાં પડતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી હતી. બપોરના 2 વાગ્યે પણ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું અને ગરમ લૂ પણ લોકોને લાગી હતી.

ધારીમાં આવેલી વાડીમાં વીજળી પડી
આ તકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાક વાતાવરણમાં કોઈ મોટો બદલાવ નહીં આવે અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેર નહીં થાય, ત્યારબાદના 2 થી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. ધારીના ખીચા ગામે રહેતો કનક કરશન ડાભી પર વાડી વિસ્તારમાં વીજળી પડતાં તેનું મોત થયું છે.

મોરબી પંથકમાં અષાઢી માહોલ છવાયો
મોરબી જિલ્લામાં સવારથી ગરમી બાદ સાંજે વાતાવરણ પ્લાટયું હતું વીજળીના કડકા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો તો મોરબી તાલુકાના રાજપર, શનાળા,ખરેડા, વાવડી સહિતના અનેક ગામમાં કરા સાથે ભારે વરસાદ થયો તો ટંકારા તાલુકાના પણ સાવડી, નેસડા,સરાયા,જબલપુર ખાંનપર સહિતના અનેક ગામમાં કરા સાથે વરસાદ પડતાં ભર ઉનાળે અષઢી માહોલ સર્જાયો હતો. ​​​​​​​જયારે ગોંડલના મોટાદડવામાં કરા સાથે એકાએક વરસાદ વરસી પડ્યો હતો. જયારે વાંકાનેર પંથકમાં અચાનક હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વાંકાનેરનાં જોધપુર , મહિકા વિસ્તારમાં રોડ પર પાણી રેલાયા હતા. ટંકારા પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...