ભાડાના ફ્લેટમાં કૌભાંડ:સસ્તી શરાબમાં પાણી ભેળવી ઊંચા ભાવે દારૂ વેચતો યુવાન પકડાયો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભંગારમાંથી શરાબની બોટલો ખરીદતો, રિમાન્ડની તજવીજ

શહેરમાં નકલી વિદેશી દારૂ બનાવી ઊંચા ભાવે વેચવાનું વધુ એક કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે. મનહર પ્લોટ-1માં રહેતો શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની એસીપી ક્રાઇમની ટીમને માહિતી મળી હતી. જેથી પોલીસે મનહર પ્લોટ દોડી જઇ ગીતાનગર-5માં રહેતા રૂષિ પંકજ મહેતા નામના શખ્સને પકડી પાડ્યો હતો. કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

રૂષિની આકરી પૂછપરછમાં તેણે કહ્યુ કે, તે મનહર પ્લોટ-1માં આવેલા એપાર્ટમેન્ટના ચોથા માળે ત્રણ મહિનાથી ફ્લેટ ભાડે રહી સસ્તી શરાબમાં પાણી ભેળવી સ્કોચ, વ્હિસ્કીના નામે ઊંચા ભાવે વેચાણ કરતો હતો. વિશેષ પૂછપરછમાં તે દમણથી સસ્તો વિદેશી દારૂ લઇ આવતો હતો. બાદમાં તે ભંગારવાળાને ત્યાંથી મોંઘી શરાબની બોટલો ખરીદી લાવતો હતો. ત્યાર બાદ સસ્તા શરાબમાં પાણી ભેળવી મોંઘી શરાબની બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચતો હોવાની કબૂલાત આપી હતી. ]

પોલીસે ફ્લેટમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 20 બોટલ તેમજ ભંગારમાંથી ખરીદેલી સ્કોચ, વ્હિસ્કીની ખાલી બોટલો, ઢાંકણા, સ્ટિકર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અગાઉ શાપરમાં વિદેશી દારૂના ગુનામાં રૂષિ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...