તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપમૃત્યુ:AC ફિટ કર્યા બાદ પગ લપસતા યુવાન 7મા માળેથી પડી જતાં મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AC ફિટ કર્યા બાદ પગ લપસતા યુવાન 7મા માળેથી પડી જતાં મોત
  • શ્રમિકનો ફાંસો ખાઇ આપઘાત, અકસ્માતમાં વૃદ્ધનું મોત

શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ બન્યા છે. જેમાં મવડીમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને એસી રિપેરિંગનું કામ કરતા નિલેષ વિઠ્ઠલભાઇ બાબરિયા નામનો યુવાન અંબિકા ટાઉનશિપની બાજુમાં આવેલા સેલેનિયમ ફોર્ચ્યુન નામના બિલ્ડિંગના સાતમા માળે બપોરના સમયે એસી ફિટિંગનું કામ કરતો હતો. આ સમયે નિલેષભાઇએ સાતમા માળના ફ્લેટની ગેલેરીમાંથી એસી કાઢી લીધા બાદ અચાનક પગ લપસી જતા તે સાતમા માળેથી નીચે પડ્યો હતો. નીચે પડતા નિલેષભાઇને માથાં સહિતના શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી. જેથી તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય એક બનાવમાં દૂધની ડેરી વિસ્તારમાં આવેલા શ્યામ સોસાયટીમાં રહેતા જયેશ હરિભાઇ પ્રજાપતિ નામના યુવાને સોમવારે સવારે તેના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. કારખાનામાં મજૂરી કામ કરતા જયેશ મૂળ રાજસ્થાનનો છે અને તે પરિવાર સાથે આઠ મહિના પહેલા જ રાજકોટ આવ્યો હતો. સંતાનમાં પુત્ર, પુત્રી છે. જયેશના આપઘાતનું કારણ જાણવા થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધની ડેરી પાસે આવેલી આકાશદીપ સોસાયટી-8માં રહેતા ગીરધરભાઇ નરભેશંકર શુક્લ નામના વૃદ્ધ આજે સવારે તેમનું એક્ટિવા લઇને જતા હતા. ત્યારે સંતકબીર રોડ પર એક્ટિવા સ્લિપ થઇ જતા વૃદ્ધ રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમને વધુ સારવાર મળે તે પહેલા જ તેમને દમ તોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...