તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કોઠારિયા સોલવન્ટમાં રહેતા યુવાને ટ્રેન હેઠળ પડતું મુક્યું

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક બીમારીથી પ્રૌઢે જિંદગી ટૂંકાવી

શહેરમાં આપઘાત, આપઘાતનો પ્રયાસના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ બે આપઘાત અને એક આપઘાતની કોશિશનો બનાવ બન્યો છે. આપઘાતના બનાવમાં યુવાને અને પ્રૌઢે જિંદગી ટૂંકાવી છે. જ્યારે વૃદ્ધે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે.

ગત મોડી રાતે વેરાવળથી અમદાવાદ જઇ રહેલી ટ્રેન હેઠળ એક યુવાને પડતું મૂકી આપઘાત કરી લીધાની ટ્રેનના ગાર્ડે ભક્તિનગર રેલવે સ્ટેશનના સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી હતી. મૃતકના ખિસ્સામાંથી પાકીટ મળી આવ્યું હતું. જેમાં એક ફોટો હોય બનાવ સ્થળ પાસેના રહેણાક વિસ્તારમાં તે ફોટો બતાવી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આપઘાત કરી લેનાર કોઠારિયા સોલવન્ટ પાસે આવેલી સીતારામ સોસાયટીમાં રહેતો પીયૂષ દિનેશભાઇ બાવાજી નામનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં કુબલિયાપરા-5માં રહેતા કિરણભાઇ ચંદુભાઇ કરસાંગિયા નામના પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે ખોખડદળ ગામે રહેતા પ્રેમજીભાઇ રૂડાભાઇ સાગઠિયા નામના વૃદ્ધે ગળાફાંસો ખાધો હતો. પરિવારજનોને ખબર પડતા તુરંત તેમને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...