રાજકોટ ક્રાઇમ ન્યુઝ:જસદણમાં બાઈક પર કમળાપુર તરફ જતા યુવકને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો, યુવકનું મોત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના જસદણના દહીંસરા ગામે રહેતા ભરતભાઈ જગાભાઈ સાકરીયા (ઉ.વ.30) ગત તા.30 સપ્ટેમ્બરના રાત્રીના ગામમાં જ રહેતા ભત્રીજાના ઘરે ગયા હતા. જયાંથી તે તેના મીત્રની માતા માટે જમવાનું લેવા કમળાપુર તરફ બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં પાછળથી પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રથમ જસદણ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમમાં ખસેડી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

સગાભાઈ દારૂના નશામાં નાનાભાઈ પર હુમલો કર્યો
રાજકોટના નવાગામમાં મામાવાડી શેરી નં.15માં ૨હેતાં ૨વિ ત્રિલોકભાઈ સુથા૨ (ઉ.વ.26) આજે સવારે ઘરે હતાં ત્યારે દારૂના નશામાં ઘસી આવેલા તેના સગા ભાઈ જીતેન્ભાઈએ ઝઘડો કરી ઢીકાપાટુનો મા૨મારી નાસી છુટયો હતો. જે બાદ ઈજાગ્રસ્તને સા૨વા૨માં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. વધુમાં ઈજાગ્રસ્તના પત્નીએ જણાવ્યું હતું કે ગત રાત્રીના મારા પતિ ઘરે હતા ત્યારે અગાઉના ઝઘડાનો ખા૨ રાખી મારો દે૨ ઘ૨માં ઘુસી મારા પતિ પ૨ હુમલો ર્ક્યો હતો. બાદમાં ફરીથી આજે વ્હેલી સવારે દારૂના નશામાં હુમલો ર્ક્યો હતો. ઈજાગ્રસ્ત મુળ યુપીના ૨હેવાસી છે અને ફર્નીચ૨નું કામ કરે છે.

પત્નીએ ટોર્ચર કરતા પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ જિલ્લા કલેકટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતાં યુવકે ગઇકાલે રાત્રે પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેની માતાએ જમવા માટે બોલાવતાં યુવકે ઉલ્ટીં કરવા લાગતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકની માતાએ જણાવ્યું હતું કે તેના લગ્ન છ માસ પહેલા થયા હતાં. બાદમાં તેની પત્ની અવાર નવાર ઝઘડો કરતી હતી અને થોડા સમય પહેલા તેના માવતર રીસામણે ચાલી ગઈ હતી. જયાંથી તેની પત્ની અને સાસુએ ટોર્ચર કરવાનું ચાલુ રાખતાં કંટાળીને પગલું ભર્યું હતું.

યુવતીએ અગમ્ય કારણોસર ફિનાઈલ પીધું
રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા ગેઈટ નજીક મારૂતિનગરમાં યુવતીએ ગઇકાલે બપોરે 1 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અગમ્ય કારણોસર ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા બેભાન થઈ ઢળી પડયા હતા. જેને તાત્કાલીક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...