ટ્રેન રસ્તા પર ચાલી:રાજકોટના યુવાને રૂ.7 લાખના ખર્ચે 20થી 25 દિવસ સુધી સતત મહેનત કરી રસ્તા પર ચાલતી મિની ટ્રેન બનાવી

રાજકોટએક મહિનો પહેલા
શહેરના રાજમાર્ગો પર મિની ટ્રેનનો લાઈવ ડેમો રજૂ થયો
  • આગામી દિવસોમાં ટ્રેન સાસણ ગીરના રસ્તાઓ પર દોડતી જોવા મળશે

તમે ટ્રેનના પાટા પર તો ટ્રેનને ચાલતી જોઈ હશે પરંતુ રસ્તા ઉપર કોઈ ટ્રેન ચાલી શકે ! તમે કહેશો ના પરંતુ રાજકોટના એક યુવાને આ સિદ્ધ કરી બતાવ્યું છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા એન્જિનિયર કરણ પિત્રોડાએ રૂ.7 લાખના ખર્ચે રસ્તા પર ચાલતી મિની ટ્રેનનું નિર્માણ કર્યું છે અને શહેરના રાજમાર્ગો પર તેનો લાઈવ ડેમો પણ તેણે રજૂ કર્યો હતો. હાલ રસ્તા પર ચાલતી આ મિની ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની છે. જેને નિહાળતા વેંત લોકોમાં રોમાંચ જોવા મળ્યો હતો તો બાળકો પણ ઉત્સાહિત થયા હતા.

લોકોએ ખૂબ જ આનંદ કર્યો અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો
લોકોએ ખૂબ જ આનંદ કર્યો અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો
અમારી 8-10 લોકોની ટીમને 20થી 25 દિવસ સુધી સતત મહેનત કરવી
અમારી 8-10 લોકોની ટીમને 20થી 25 દિવસ સુધી સતત મહેનત કરવી

ટ્રેન બનાવવા 20થી 25 દિવસ સુધી સતત મહેનત કરવી પડી
આ અંગે કરણ પિત્રોડાએ જણાવ્યું હતું કે, બેઝિકલી, હું સિંહ પ્રેમી છું અને ગીર ફોરેસ્ટને ધ્યાનમાં રાખીને મેં આ મિની ટ્રેનનું નિર્માણ કર્યું છે. આ ટ્રેનની સંપૂર્ણ બનાવટ રાજકોટમાં થઈ છે અને તેના માટે મને અને અમારી 8-10 લોકોની ટીમને 20થી 25 દિવસ સુધી સતત મહેનત કરવી પડી હતી.આ ટ્રેન બનાવવા પાછળ રૂપિયા રૂ.7 લાખનો ખર્ચ થયેલ છે.

મિની ટ્રેન બનાવનાર કરણ પિત્રોડા
મિની ટ્રેન બનાવનાર કરણ પિત્રોડા
આ ટ્રેન બનાવવા પાછળ રૂપિયા રૂ.7 લાખનો ખર્ચ થયેલ છે
આ ટ્રેન બનાવવા પાછળ રૂપિયા રૂ.7 લાખનો ખર્ચ થયેલ છે

મારા પપ્પાને ફેબ્રીકેશન અને રાઈડ્સનો વ્યવસાય છે
મારા પપ્પાને ફેબ્રીકેશન અને રાઈડ્સનો વ્યવસાય છે. તેમના કામ પરથી મને વિચાર આવ્યો કે આવી એક મિની ટ્રેનનું નિર્માણ પણ કરવું જોઈએ. જનરલી ટ્રેન તો પાટા પર ચાલતી હોય છે પરંતુ મેં રસ્તા પર ટ્રેનને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ટ્રેનનું નિર્માણ મેં મિની ટ્રેકટરના બેઝને ધ્યાને લઈને કર્યું છે. આ ટ્રેન હવે જૂનાગઢના સાસણ ગીરમાં આવેલા મારા મિત્રના રિસોર્ટમાં ચાલશે. ગઈકાલે હું મારી ટ્રેનને લઈને રસ્તા પરથી નીકળ્યો હતો ત્યારે લોકોએ ખૂબ જ આનંદ કર્યો અને બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ મિની ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની છે
આ મિની ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની છે
આ ટ્રેનનું નિર્માણ મિની ટ્રેકટરના બેઝને ધ્યાને લઈને થયુ છે
આ ટ્રેનનું નિર્માણ મિની ટ્રેકટરના બેઝને ધ્યાને લઈને થયુ છે