• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • A young man from Rajkot who got married twice fell in love with a young woman from Ahmedabad and repeatedly raped her.

લવજેહાદ / બે લગ્ન કરનાર રાજકોટના મુસ્લિમ યુવકે અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • ગઈકાલે યુવતીએ લગ્નનું કહેતા પટ્ટાથી ઢોરમાર માર્યો
  • પોલીસે આરોપીને દબોચી તેનો કોરોના ટેસ્ટ કરવવા મોકલ્યો છે, રિપોર્ટ આવ્યાં બાદ તેની ધરપકડ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 09:02 PM IST

રાજકોટ. રાજકોટમાં રહેતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પોપટપરામાં રહેતા મુસ્લિમ શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીએ આરોપીને ગઇકાલે જ લગ્નની વાત કરતાં મુસ્લિમ યુવકે તેને પટ્ટાથી ઢોરમાર માર્યો હતો. આ મામલે યુવતીએ 181 પર ફોન કરી અભયમની મદદ લીધી હતી. પોલીસ મથકે જઈ સમગ્ર ઘટના જણાવી આ મામલે યુવતીએ પોપટપરામાં રહેતા મુસ્લિમ યુવક રિઝવાન હનીફ જૂણેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન કરવાની વાત કરી વારંવાર દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી મૂળ અમદાવાદની વતની છે અને રાજકોટમાં તે રૂમ ભાડે રાખીને રહેતી હતી. તેને અન્ય હોસ્ટેલમાં રહેવા રૂમ ભાડે રાખવો હોવાથી તેણે આરોપીને સંપર્ક કર્યો હતો. ત્યારે આરોપીએ પોતે અપરિણીત છે તેમ કહી યુવતીને વિશ્વાસમાં લઇ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે પોલીસે આ મામલે દુષ્કર્મ અને માર માર્યા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મથકનાં પીઆઈ એસ.એસ. ચાવડા અને રાઈટર જનકભાઈ સહિતનાં સ્ટાફે યુવતીનું નિવેદન લીધું છે. જ્યારે આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યાં બાદ તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.

રૂમ જોઇતો હોવાથી આરોપીના સંપર્કમાં આવી હતી
છાત્રાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાંથી રાજકોટ આવી હતી અને રૂમ ભાડે જોઇતો હોવાથી રિઝવાનનો સંપર્ક થયો હતો. ત્યારબાદ ફોન પર વાતચીત થતી રહેતી હતી અને રિઝવાને તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. પોતે અપરિણીત છે અને લગ્ન કરશે તેવું જણાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. છાત્રાએ લગ્ન કરવાનું કહેતા રિઝવાન ઉશ્કેરાયો હતો અને તેણે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.

આરોપી યુવતીને માતા પાસે મૂકી આવ્યો હતો
જેથી યુવતીએ 181ને ફોન કરી પોલીસ બોલાવી હતી. બાદમાં પ્ર.નગર પોલીસ મથકે યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, રીઝવાનનાં સંપર્કમાં આવ્યા બાદ તેણીને સરપદડ પાસેના ખીજડીયા ગામે પોતાની માતાના ઘરે મૂકી આવ્યો હતો. ત્રણેક મહિના તેણી રિઝવાનનાં માતાની સાથે રહી હતી. ત્યારબાદ રિઝવાન પોતાના ગામેતી એપાર્ટમેન્ટનાં ફલેટમાં રહેવા લાવ્યો હતો. અહીં તેણીને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. એ પછી થોડા સમય પહેલાં આ વિદ્યાર્થિનીને ખબર પડી હતી કે રિઝવાન પરણેલો છે જે મામલે બોલાચાલી થઇ હતી અને છતા પણ સાથે રહેવા તૈયાર થઇ ગઇ હતી. પોતે લગ્ન કરી લેશે તેમ કહી રિઝવાને શરીર સંબંધ ચાલુ રાખ્યા હતા. પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ થતાં પીઆઈ ચાવડા, પીએસઆઈ કે.ડી. પટેલ, રાઈટર જનકભાઈ અને સંજયભાઈ દવે સહિતનાં સ્ટાફે રિઝવાનને દબોચી લીધો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી