તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Young Man From Rajkot, Who Broke Up After A Divorce, Traveled 8165 Km To Kanyakumari In 73 Days On A Bike To Live A New Life.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલ જીવી લઉં:છૂટાછેડા બાદ ભાંગી પડેલા રાજકોટના યુવાને જિંદગી નવી રીતે જીવવા બાઇક પર 73 દિવસમાં કન્યાકુમારી સુધી 8165 કિમી પ્રવાસ કર્યો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર: ફકરુદ્દીન નુરુદ્દીનભાઈ ત્રિવેદી. - Divya Bhaskar
તસવીર: ફકરુદ્દીન નુરુદ્દીનભાઈ ત્રિવેદી.
  • રાજકોટથી કન્યાકુમારી સુધીના પ્રવાસમાં વિવિધ રાજ્યોના લોકોનો અભ્યાસ કર્યો

રાજકોટના યુવાનો બાઇક પર દેશભરમાં પરિભ્રમણ કરી સાહસિકતાનો પરિચય કરાવી રહ્યા છે. વર્તમાન મહામારીને કારણે ઘણા લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. આવા જ એક કિસ્સામાં રાજકોટ રહેતા અને એમસીએના અભ્યાસ બાદ ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતા ફકરુદ્દીન નુરુદ્દીનભાઈ ત્રિવેદી નામનો યુવાન પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો હતો. એક તરફ કોરોનાની મહામારી અને એમાં પણ પોતાની પત્ની સાથે મનમેળ નહિ થતાં છૂટાછેડા લેવા પડ્યા હતા.

જેને કારણે પોતે ખૂબ જ માનસિક રીતે પડી ભાંગ્યો હતો, પરંતુ તેને પોતાની જિંદગી જીવી લેવાના ઉદ્દેશ સાથે પોતાના વ્યક્તિત્વને ઓળખવા અને પોતાના સાથે સમય વિતાવવા બધી જવાબદારી મૂકીને જિંદગીમાં બ્રેક લઈ બાઇક પર રાજકોટથી કન્યાકુમારીનો પ્રવાસ કરવાનું નક્કી કરી પોતે એકલો 10 ડિસેમ્બરના રોજ બાઇક સાથે પ્રવાસે નીકળી પડ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાંથી પસાર થઇ કન્યાકુમારી પહોંચ્યો હતો.

તમામ રાજ્યોના પ્રવાસ દરમિયાન જે-તે રાજ્યોના લોકોના રીતરિવાજનો પણ અભ્યાસ કર્યો હતો અને ફોટોગ્રાફી કરી હતી. દરિયાકાંઠા વિસ્તારના પ્રવાસ દરમિયાન ત્યાંના માછીમારો સાથે પણ એક-એક દિવસ સાથે વિતાવી તેઓ કેવી રીતે જિંદગી જીવી રહ્યા છે એનો પણ અભ્યાસ કર્યો હતો. આમ, પહેલી જ વખત બાઇક પર કન્યાકુમારીનો પ્રવાસ કરી 73 દિવસે રાજકોટ પરત પહોંચ્યો હતો, જેમાં 8165 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે અને લગભગ 70થી વધુ સ્થળની મુલાકાત લીધી હતી.

માતા-પિતાના સપોર્ટથી પહેલા પ્રવાસમાં સફળ રહ્યા બાદ આગામી દિવસોમાં નોર્થ-ઇસ્ટનો પ્રવાસ કરવાની ઇચ્છા હોવાનું ફરરુદ્દીને કહ્યું છે અને આ યાત્રામાં તેઓ એ શીખ્યા કે પોતાની જાતને પહેલા પ્યાર કરો અને મહત્ત્વ આપો, માયાળુ બનો, પ્રેમ ફેલાવો અને સખત મહેનત કરો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો