વ્યાજખોરે માર માર્યાની ફરિયાદ:પડધરીના ખામટાના યુવાને વ્યાજ સાથે રકમ ચૂકવી છતાં ગીરવે મૂકેલા 12 તોલા સોનાના દાગીના અને MG હેક્ટર કાર ન આપી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

પડધરીના ખામટા ગામે રહેતા અને બ્રાસપાટનો ધંધો કરતા પિન્ટુ દામજી ડોબરીયાએ વ્યાજખોરી અંગે હાર્દિક ઉર્ફે લાલો ગોવિંદ ડાભી વિરૂદ્ધ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઉચા વ્યાજે રકમ આપતી વખતે કાર અને દાગીના ગીરવે રાખ્યા બાદ મુદલ અને વ્યાજ ચૂકવાઈ જવા છતાં તે પરત આપવાની ના પાડી મારકૂટ કરતા તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 16 જૂન 2022ના રોજ 12 તોલા સોનાના દાગીના ગી૨વે મૂકી હાર્દિક પાસેથી રૂ.2.40 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. જ્યારે 19 ફેબ્રુઆરી 2022ના રોજ રૂ.7 લાખ 4 ટકા વ્યાજે લઈ પોતાની એમજી હેક્ટર કાર ગીરવે મુકી હતી. સ્ટેમ્પ પેપર ઉપર ત્રણ મહિનામાં રકમ પરત આપી કાર લઈ જવાનું લખાણ કરાવ્યું હતું.

પહેલી વખત સોનાના દાગીના ગીરવે મૂકી 2.40 લાખ વ્યાજે લીધા
ત્રણ મહિના સુધી રૂ.30 હજાર વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. પહેલા મહિનાના વ્યાજ સાથે તેને અગાઉ સોનાના દાગીના ગીરવે મુકી લીધેલા રૂ.2.40 લાખ ચૂકવી આપ્યા હતા. તે વખતે હાર્દિકે બે-ત્રણ દિવસમાં દાગીના પરત આપવાની વાત કરી હતી. બાદમાં ત્રણ મહિના સુધી 30 હજાર વ્યાજ ચૂકવ્યા બાદ રૂ.7 લાખની સગવડ થતા હાર્દિકે તેને વધુ ત્રણ માસ નાણાં વાપરવા આપ્યા હતા. આ રીતે તેણે હાર્દિકને ત્રણ મહિનાનું 90 હજાર વ્યાજ ચૂકવી આપ્યું હતું.

મોરબી રોડ પર બોલાવી ઢોર માર માર્યો
ઓગસ્ટ 2022માં રૂ.7 લાખ પણ ચૂકવી આપી કાર અને લખાણ પરત માગતા હાર્દિકે લખાણ ફાડી નાખ્યાનું કહ્યું હતું. જ્યારે દાગીના ઓગાળી નાખ્યાનું કહ્યું હતું. થોડા દિવસમાં દાગીના અને ૨કમ પરત આપવાનું કહ્યા બાદ એક દિવસ તેની કાર બે-ત્રણ દિવસ ઉપયોગ કરવા માટે લઈ ગયો હતો. બાદમાં કાર પરત માગતા હજુ સાત લાખ આપવાના છે તેમ કહી મોરબી રોડ પર જકાતનાકા પાસે બેફામ માર માર્યો હતો. આજ સુધી કાર કે દાગીના પરત નહીં આપતા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...