રૈયા ગામનો કિસ્સો:આપઘાત કરવા સાડી બાંધી, તૂટી જતાં પટકાતા યુવકનું મોત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાનું અવસાન થતાં પત્ની પિયર હતી: બે દી’ લાશ રૂમમાં પડી રહી

રૈયામાં રહેતા યુવકે આપઘાતના ઇરાદે ફાંસો ખાધો હતો પરંતુ સાડી તૂટી જતાં તે નીચે પટકાયો હતો, અને પટકાતાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. લાશ બે દિવસ રૂમમાં પડી રહેતા કોહવાઇ ગઇ હતી. રૈયા ગામમાં સ્મશાન પાસે રહેતા દિનેશભાઇ મુળજીભાઇ વાળા (ઉ.વ.40)ના ઘરમાથી દુર્ગંધ આવતાં પાડોશીઓને કશુંક અજુગતું થયાની શંકા ઊઠી હતી, બારણું લોક માર્યા વગરનું હોવાથી બારણું ખોલતાં જ દિનેશભાઇ નીચે પડેલા જોવા મળ્યા હતા, અને લાકડાંની આડીમાં સાડી બાંધેલી અને તૂટેલી દેખાઇ હતી. પાડોશીઓએ દિનેશભાઇના ભાઇ હસમુખભાઇ વાળાને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા, ઘટના અંગે જાણ કરાતા યુનિવર્સિટી પોલીસ પણ પહોંચી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને બે બહેનમાં મોટા દિનેશભાઇ મજૂરીકામ કરતા હતા, તેમને સંતાનમાં બે પુત્રી છે, દિનેશભાઇને નશો કરવાની આદત હતી, તેમના સસરા ભાણજીભાઇનું થોડા દિવસ પૂર્વે અવસાન થયું હોવાથી પખવાડિયાથી તેના પત્ની જમુનાબેન પિયર ભગવતીપરામાં હતા, દિનેશભાઇ પણ ત્યાં આવતા જતા હતા, બે દિવસ પૂર્વે પણ ભગવતીપરા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ કોઇ કારણસર ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાડી તૂટી જતાં તે નીચે પટકાતાં ઇજા થવાથી તેનું મૃત્યુ થયાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...