રાજકોટ તાલુકાના ભાયાસર ગામમાં મહાદેવ આશ્રમની પાછળ સરકારી ખરાબામાં બાવળના ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી, બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક આશરે 30 વર્ષની વયનો છે,
પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી, મૃતકની ઓળખ મળ્યા બાદ જ યુવકના આપઘાતનું કારણ બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું, અન્ય એક બનાવમાં પડધરીના તરઘડી ગામે રહેતા નટવરભાઇ રતિલાલ ગોહેલ (ઉ.વ.45) રવિવારે બપોરે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નવટરભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.