તપાસ:સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખેલી તરુણી વંડી કૂદી ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલમાં 18 દી’ પૂર્વે બનેલો બનાવ

સુધારવા માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં પરિવારે મોકલેલી તરુણવયની પુત્રી સેન્ટરમાંથી ભાગી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 18 દિવસ પહેલા બનેલા બનાવની કાલાવડ રોડ, સમૃદ્ધિનગર વામ્બે આવાસમાં રહેતા રેખાબેન રમેશભાઇ વાગડિયા નામની પરિણીતાએ પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પરિણીતાની ફરિયાદ મુજબ, તેમની 16 વર્ષની પુત્રી સ્વચ્છંદી સ્વભાવની અને ઘરમાં કોઇનું માનતી ન હોય પરિવારજનો કંટાળી ગયા હતા.

પરિવારજનોએ તેને સુધારવા માટેના અનેક પ્રયાસો કરવા છતાં પુત્રીમાં કોઇ ફેરફાર થયો ન હતો. જેથી પુત્રીને સુધારવા માટે મહિલા પોલીસ મથક લઇ ગયા હતા. મહિલા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તરુણીના સ્વભાવનો પરિચય મેળવી લીધા બાદ કાઉન્સેલિંગ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જે અંગેની પોલીસને મંજૂરી આપતા મહિલા પોલીસે તરુણીનું કાઉન્સેલિંગ કરવા માટે એક દિવસ માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ગત તા.14ના રોજ મોકલાઇ હતી.

દરમિયાન સ્વચ્છંદી સ્વભાવની તરુણીને રાત્રીના સાડા અગિયાર વાગ્યે તક મળતાની સાથે જ સેન્ટરમાંથી બહાર નીકળી દીવાલ કૂદી નાસી ગઇ હતી. આ સમયે સેન્ટરમાં રહેલા કર્મચારીને તરુણી જોવા નહિ મળતા શોધખોળ કરી હતી. બાદમાં સેન્ટરના કર્મચારી અને પરિવારજનોએ 18 દિવસ સુધી તરુણીની શોધખોળ કરી હતી પરંતુ તરુણીની ભાળ નહિ મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...