રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસમાં વધારો આવ્યો છે. સોમવારે વધુ બે નવા કેસ આવ્યા છે.યુનિવર્સિટી રોડ પર રહેતા 41 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય શાખાએ યુવાનનો સંપર્ક કરી ટ્રાવેલ હિસ્ટ્રી પૂછતા જાણવા મળ્યું હતું કે, તે યુવાન બેંગકોક ફરવા ગયો હતો અને 3 તારીખે જ એટલે કે 3 દિવસ પહેલા જ પરત આવ્યો છે આ કારણે બેંગકોકથી જ યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શક્યતા વધી ગઈ છે.
બીજા કેસમાં શારદાનગરમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા ન હોવાનું જણાવ્યું છે તેઓ ખાનગી હોસ્પિટલના ઓબ્ઝર્વેશન હેઠળ હોમ આઈશોલેટ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવ કેસ 12 થયા છે.
ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો, શરદી, ઉધરસના 200 દર્દી
આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલી વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાતા ડિસેમ્બરથી અત્યાર સુધીની કેસની કુલ સંખ્યા 10 થઈ છે. જ્યારે ચાલુ સપ્તાહમાં શરદી ઉધરસના 200 કેસ, સામાન્ય તાવના 74, ઝાડા-ઊલટીના 91 દર્દી નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.