છેતરપિંડી:રાજકોટનો એકાઉન્ટન્ટ યુવાન પોર્ન સાઈટથી ગાઝિયાબાદની યુવતીનાં સંપર્કમાં આવ્યો, લગ્ન કરવાનું કહેતા પૈસા માગતા શેઠના 85 લાખ ટ્રાન્સફર કરી દીધા!

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • યુવતીની મોહજાળમાં ફસાયેલા એકાઉન્ટન્ટે 2019થી 2020 દરમિયાન શેઠના રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી

અમદાવાદના ગ્રાફિક ડિઝાઇનનું કામ કરતા ઇરફાન શેખે રાજકોટ રહેતો તેના એકાઉન્ટન્ટ તુષાર સેજપાલ વિરૂદ્ધ CID ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તુષાર પોર્ન સાઈટ મારફત ગાઝિયાબાદની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તુષારે યુવતીને લગ્ન કરવાનું કહેતા યુવતીએ પૈસા માગ્યા હતા અને તેની માયાજાળમાં ફસાય ગયો હતો. બાદમાં પોતાના જ શેઠ ઇરફાન શેખના 85 લાખ યુવતીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આથી ઇરફાન શેખે એકાદ કરોડની છેતરપિંડી કર્યાની તુષાર સહિત 10 સામે CID ક્રાઈમ રાજકોટમાં ફરિયાદ નોંધાવી છે.

તુષાર ગાઝિયાબાદની સપના નામની યુવતીના સંપર્કમાં આવ્યો
આ મામલે CID ક્રાઈમના પીઆઈ શેરગીલે અમદાવાદ રહેતાં ઈરફાન શેખ કે જે ગ્રાફિક ડિઝાઈનનું કામ કરે છે. તેની ફરિયાદ પરથી રાજકોટના જામનગર હાઈવે પર નાગેશ્વર વિસ્તારમાં રહેતા તેના જ હિસાબનીશ તુષાર સેજપાલ ઉપરાંત ગાઝિયાબાદની યુવતી સપના તેની માતા રાજકુમારી ગીતા, યોગેશ, ચરણસિંગ, સુશિલ, ફકિરસિંહ સહિત 10 સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય આરોપીઓએ સપનાની મદદગારી કરી હતી
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ અમદાવાદ રહેતા અને રાજકોટમાં પણ મકાન ધરાવતા વેપારી ઈરફાન શેખ ત્યાં આરોપી તુષાર સેજપાલ કે જે ધો.12 પાસ છે. તે છેલ્લા ઘણા સમયથી એકાઉન્ટન્ટ તરીકે રાજકોટ રહી નોકરી કરે છે. તુષારનો પોર્ન સાઈટ મારફતે ગાઝિયાબાદની આરોપી સપના સાથે સંપર્ક થતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દરમિયાન તુષારે લગ્ન માટે કહેતા તેણે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. આથી સપનાની મોહજાળમાં ફસાયેલા તુષારે 2019થી 2020 દરમિયાન તેણે વેપારી ઈરફાન શેખના આશરે 85 લાખ જેટલી રકમ તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જ્યારે અન્ય આરોપીઓએ સપનાની મદદગારી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

ઇરફાન શેખને રાજકોટ ખરીદેલા ઘરના હપ્તા અડધા ભરાતા હોવાથી શંકા ગઇ
બીજી તરફ વેપારી ઈરફાન કે જેનું એક ઘર રાજકોટમાં હોય તેના હપ્તા બાકી હોય તે અડધા જ ભરાતા હોવાથી તેને શંકા જતા તપાસ કરાવતા સમગ્ર વિગતો બહાર આવતા અંતે તેણે હિસાબનીશ તુષાર અને ગાઝિયાબાદની સપના સહિત 10 સામે આશરે એકાદ કરોડની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.

તુષારે 16 લાખ પોર્ન સાઈટના ટોકન ખરીદવા પાછળ ખર્ચી
પોર્ન સાઈટ મારફતે સપના નામની યુવતીના સંપર્કમાં આવેલા એકાઉન્ટન્ટ આરોપી તુષારે 85 લાખ ટ્રાન્સફર કરવા ઉપરાંત 16 લાખ જેટલી રકમ પોર્ન સાઈટના ટોકન ખરીદવા પાછળ ખર્ચી નાખી હતી. આરોપી તુષાર પોર્ન સાઈટ મારફતે પ્રથમ સપનાના સંપર્કમાં આવ્યો હતો. જેની સાથે લગ્નની વાતચીત થતા 85 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે 2020માં લોકડાઉન હોવાથી પૈસાની વધુ જરૂરીયાત ઉભી થતી ન હોવાથી વેપારી ઈરફાન શેખને શંકા ગઈ ન હતી. બાદમાં તપાસ કરાવતા એકાદ કરોડની ઠગાઈ થયાનું જાણવા મળ્યું હતું.