તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મજૂરી કરતી મહિલાએ જુગાર ક્લબ ચાલુ કરી, 10 પકડાયા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગર રોડ પરના મનહરપુર-1માં કાર્યવાહી

મજૂરી કરી પેટિયું રળતા લોકો પણ જુગાર રમવાની લતે ચડી ચૂક્યા છે. ત્યારે જામનગર રોડ પર આવેલા મનહરપુર-1માં રહેતી અને મજૂરીકામ કરતી ભાવના ધીરૂ સવાસડિયા નામની મહિલાએ તેના ઘરે જુગાર ક્લબ ચાલુ કરી હોવાની યુનિવર્સિટી રોડ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા જુગારીઓના હોશ ઊડી ગયા હતા.

પોલીસે અહીંથી તીનપત્તીનો જુગાર રમતા ભાવના ઉપરાંત ગીતા દોલુભાઇ કામળિયા, શિલ્પા ઉર્ફે શીતલ રમેશ ડોડિયા, વર્ષા સંદિપ પીઠડિયા, પૂનમ અક્ષય પરમાર, મોહિની ગિરિશ પરમાર, વિનય રાજુ ઉકેડિયા, ગિરિશ ઉર્ફે રાજુ જેસિંગ પરમાર, ભરત ભાભલુ હુદડ અને દીપક લાખા ઉકેડિયાને પકડી પાડ્યા હતા.

પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.15,410 તેમજ પાંચ મોબાઇલ મળી કુલ રૂ.30,410નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. મકાનમાલિક ભાવના નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે. અન્ય બનાવમાં રૈયા રોડ, શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા પ્રતિક અનિલ ભટ્ટના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે પ્રતિકને તેના ઘરેથી વિદેશી દારૂની નવ બોટલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે શ્રોફ રોડ પર રહેતા રિક્ષાચાલક રવિ ભરત કારિયા નામના શખ્સને ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી પાડ્યો હતો. ઓન્લી સેલ ફોર હરિયાણા લખેલી બોટલ કયાંથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...