ધરપકડ:શેઠની જ ચેમ્બરમાંથી રિવોલ્વર, કારતૂસ ચોરનાર કર્મી પકડાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષરનગર માર્ગ, ચિત્રકૂટધામ સોસાયટી-4માં રહેતા ભાવિન લલિતભાઇ ભાલોડિયા નામના યુવાને રવિવારે રાતે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની યાજ્ઞિક રોડ નજીકના ડો.હોમી દસ્તુર માર્ગ પર વિરલ બિલ્ડિંગમાં વિરલ ડેવલોપર્સના નામથી જમીન-મકાન લે-વેચનું કામકાજ કરે છે. દરમિયાન ગત તા.9ના રોજ એક જમીન જોવા ઓફિસેથી નીકળ્યા હતા. ત્યાં કામ પતાવી સીધો ઘરે જતો રહ્યો હતો. બીજે દિવસે તા.10ની સવારે ઓફિસ પહોંચતા પોતાની પરવાનાવાળી રિવોલ્વર અને છ કારતૂસ તિજોરી જોવા મળી ન હતી. તપાસ કરવા છતાં હથિયાર, કારતૂસ સાથેની તિજોરીની કોઇ ભાળ નહિ મળતા પાંચ દિવસ બાદ ફરિયાદ કરી છે.

બીજી તરફ આજી ડેમ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢાંઢણી ગામ પાસેથી કારમાં નીકળેલા દેવપરા, વિવેકાનંદનગર-2માં રહેતા કૌશલ રમેશ પીપળિયાને રિવોલ્વર અને છ જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો.

કૌશલની પૂછપરછ કરતા તે ગત તા.8ની રાતે અક્ષરનગર માર્ગ પર રહેતા શેઠના ઘરે જઇ ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી ઓફિસની ચાવીની ચોરી કરી હતી. બાદમાં ત્યાંથી ઓફિસે જઇ ભાવિનભાઇની ચેમ્બરમાં તેમની પરવાનાવાળી રિવોલ્વર તેમજ છ કારતૂસ ભરેલી તિજોરીની ચોરી કર્યાની કબૂલાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...