તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાલ્કનીમાં કપડાં લેવા જતા મહિલા નીચે ખાબકતાં મોત

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંખના ઓપરેશન બાદ ઓછું દેખાતું હતું

શહેરના નિર્મલા સ્કૂલ રોડ પર આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટના બીજા માળે બાલ્કની માંથીથી નીચે પડી જતા પરિવારજનોએ મહિલાને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ જીજ્ઞાબેન સુરેશભાઇ કોટેચાને સારવાર મળે તે પહેલાજ દમ તોડી દેતા તેમનું મોત નીપજ્યું છે. બનાવની પરિવારજનોને જાણ થતા તુરંત બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસમથકના મહિલા પીએસઆઇ પી.એમ.અકવાલિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક જીજ્ઞાબેન અપરિણીત હતા. તેઓ અહીં એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા બહેન-બનેવીને ત્યાં રહેતા હતા. આંખના ઓપરેશન બાદ તેમને ઓછું દેખાતું હતું. તેમજ બી.પી. અને ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતા હતા. દરમિયાન મંગળવારે બપોરે બાલ્કનીમાં કપડાં લેવા જતા તેઓ નીચે પડી ગયાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...