અકસ્માત:રાજકોટમાં સિટી બસે એક્ટિવાને ઉલાળતા મહિલાને ઇજા, લોકોએ ઉશ્કેરાયને પથ્થરમારો કરતા બસનો કાચ ફૂટ્યો

રાજકોટ6 મહિનો પહેલા
સિટી બસે એક્ટિવાને ઉલાળતા મહિલાને ઇજા પહોંચી.
  • ગાંધીગ્રામ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને ટોળાને વિખેર્યુ હતું

રાજકોટના આઝાદ ચોકમાં સિટી બસે એક્ટિવાને ઉલાળતા મહિલાને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બાદમાં ઉશ્કેરાયેલા ટોળાએ સિટી બસ પર પથ્થર મારો કરતા બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો. જોકે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને ટોળાને વિખેર્યુ હતું.

પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ આજે બપોર પછી 3 વાગ્યાની આસપાસ આઝાદ ચોકમાં સિટી બસના ચાલકે એક્ટિવા પરથી પસાર થતા મહિલાને અડફેટે લીધી હતી. આથી મહિલા રોડ પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મામલો શાંત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લોકોના ટોળા એકત્ર થયા હતા.
લોકોના ટોળા એકત્ર થયા હતા.

7 દિવસ બે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા હતા
7 દિવસ પહેલા રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડી પાસે રાત્રિના સવા બે વાગ્યા આસપાસ બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા. જેમાં દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામના ટ્રક ચાલક રત્નાભાઇ સવજીભાઇ રાઠોડને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્ય થયું હતું. આ જ દિવસે બીજા અકસ્માતના બનાવમાં એરપોર્ટ રોડ ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા આદર્શ દર્શનભાઇ ઓઝા નામનો યુવાન તેના મિત્રો સાથે કારમાં રાત્રિના સમયે જામનગર રોડ પર આવેલી ન્યારી પેલેસ હોટેલ પર મિત્રની બર્થ ડે પાર્ટીમાં જતા હતા. ત્યારે જામનગર રોડ રાધે કાઠીયાવાડી હોટેલ પાસે કાર અચાનક પલ્ટી ખાય જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર આદર્શનું મોત થયું હતું.