તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માફિયાગીરીમાં પણ મહિલા આગળ:રાજકોટમાં વકીલની મહિલા આસિસ્ટન્ટે બોગસ દસ્તાવેજ બનાવી બેંક અધિકારીનો 70 લાખનો પ્લોટ પચાવ્યો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • મહિલા સહિત બે શખ્સની અટકાયત, બેની શોધખોળ હાથ ધરાઇ

રાજકોટ રોજ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થઇ રહ્યો છે. ગઇકાલે જ બોગસ દસ્તાવેજના આધારે 35 લાખનો પ્લોટ પડાવી લેવાના કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ ગુના હેઠળ ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જેમાં અમદાવાદ રહેતા બેંક અધિકારીનો 70 લાખનો પ્લોટ બોગસ દસ્તાવેજ બનાવી વકીલની મહિલા આસિસ્ટન્ટે પચાવી પાડ્યો હતો. આ અંગે લેન્ડ ગ્રેબિંગનો ગુનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે મહિલાનું નામ ખુલ્યું
અમદાવાદ રહેતા અને બેંકના ગુજરાત હેડ વિશાલભાઇનો રાજકોટમાં રૈયા રેવન્યૂ સર્વે નંબરમાં પ્લોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં આવેલો છે. 70 લાખની કિંમતના પ્લોટનો બોગસ દસ્તાવેજ કુલમુખત્યારનામું ઉભું કરી વકીલની મહિલા આસિસ્ટન્સ પ્રજ્ઞા રાવલે પચાવી પાડ્યો હતો. પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી મુખ્ય સુત્રધાર પ્રજ્ઞા રાવલ સહિત બે શખ્સની અટકાયત કરી છે. કોવિડ ટેસ્ટ બાદ બંનેની ધરપકડ થશે. અન્ય શખ્સોની શોધખોળ થઇ રહી છે. જમીન કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે મહિલાનું નામ સામે આવતાં ચકચાર જાગી છે.

હાલ ચાર શખ્સ સામે ગુનો નોંધાયો
આ બનાવમાં પોલીસે અમદાવાદ બોડકદેવ સ્નેહ સૃષ્ટી એપાર્ટમેન્ટ 202, સમભાવ પ્રેસ લેન ખાતે રહેતાં અને અમદાવાદના સી.જી. રોડ પર આવેલી એચએસબીસી બેંકના ગુજરાત હેડ તરીકે નોકરી કરતાં વિશાલભાઇ અતુલભાઇ કોઠારી નામના યુવાનની ફરિયાદ પરથી મવડી રોડ ઉદયનગર 1/16 સમોજાદ વિદ્યાલય રોડ પર રહેતી અને વકિલના આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી પ્રજ્ઞાબેન આશિષ રાવલ, કસ્તુરબાધામ ત્રંબાના અરજણ નાથાભાઇ માટીયા, સુખરામનગર રોડ રાંદલ ચોકના અશોક મસાભાઇ માટીયા, ઠેબચડાના ખોડા રાઘવભાઇ બાંભવા તથા તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ 2020ની કલમ 3, 4 (3), 5 (ક), (ખ), (ગ), (ચ) તથા આઇપીસી કલમ 465, 467, 468, 471, 120 (બી) મુજબ ગુનો નોંધ્યો છે.

ગઇકાલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરાઇ હતી
ગઇકાલે રાજકોટ તાલુકા પોલીસે નાના મવા રોડ પર ગોવિંદ પાર્ક-1 પંચશીલ કોમ્પલેક્ષ ફલેટ નં. 301 માં રહેતાં મુળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતિભાઇ ભુરાભાઇ બાણગોરીયાની ફરિયાદ પરથી પોપટપરા રઘુનંદન સોસાયટી પોસ્ટ ઓફિસ સામે શિવ લહેરી ખાતે રહેતાં મિલન ખોડાભાઇ મકવાણા, દોલુભા દેવાભા સુમાણીયા, જીતેન્દ્ર રમેશભાઇ ગજેરા,હરસુખભાઇ મગનલાલ તથા ફરિયાદી કાંતિભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇનું ખોટુ નામ ધારણ કરનાર શખ્સ સામે IPCની કલમ 465, 467, 468, 471, 406, 419, 420, 120-બી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.