તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Woman From Rajkot Started A Clothing Business By Going From House To House On Her Scooter As The Business In Corona Came To An End, Earning More Than A Thousand Rupees A Day.

તકલીફને હિંમત બનાવી:કોરોનામાં ઘંધો બંધ થતાં રાજકોટની મહિલાએ પોતાના સ્કૂટર પર ઘરે ઘરે જઈને કપડાંનો વેપાર શરૂ કર્યો, રોજ એક હજારથી વધુ કમાય છે

રાજકોટ16 દિવસ પહેલા
મહિલાએ તકલીફોને હિંમતમાં બદલી, હિંમતે ફરી ધંધો પાટે ચડાવ્યો
  • ખુશ્બુ બેન મહિલાઓને ઘર આંગણે શોપિંગ કરવાની સુવિધા આપે છે.
  • લૉકડાઉન પહેલાં જેટલો વેપાર થતો હતો તેનાથી વધુ વેપાર થવા માંડ્યો.

કોરોનાકાળમાં લાદવામાં આવેલા લૉકડાઉનમાં લોકોને રોજગારી ગુમાવવી પડી છે. અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયાં છે. આવી કપરી સ્થિતિમાં એક મહિલાએ હિંમત હાર્યા વિના ફરીવાર જિંદગીની ગાડી પાટે ચઢાવી છે. રાજકોટમાં કપડાંનો વેપાર કરતી એક મહિલાએ લોકડાઉન બાદ સ્કૂટરને દુકાન બનાવી લીધી છે. તેમણે શેરીએ શેરીએ ફરીને ઠપ્પ થયેલો કપડાંનો વેપાર એકવાર ફરીથી શરૂ કરી દીધો છે. હાલ મહિલા મહિને રૂ. 35 હજારથી વધુ કમાણી કરી રહી છે.

ધંધો બંધ થયો તો હિંમત રાખીને નવો રસ્તો શોધ્યો
રાજકોટમાં રહેતા ખુશ્બુબેન રાયઠઠ્ઠા અગાઉ મહિલાઓ માટેનાં કપડાં જેવા કે, ચણીયા-ચોળી, બનારસી,બાંધણી તેમજ લખનવી સહિતના દુપટ્ટાઓ વગેરેનું જુદી-જુદી બજારમાં વેચાણ કરતા હતા. જોકે કોરોના કાળમાં જુદા-જુદા સ્થળોએ ભરાતી બજારો બંધ થઈ જતા અન્ય લાખો વેપારીઓની માફક ખુશ્બુબેનનો કપડાંનો ધંધો ઠપ્પ થયો હતો. પરંતુ આ વાતથી હિંમત હાર્યા વિના ખુશ્બુબેને સાવ નવો જ રસ્તો શોધી કાઢ્યો હતો. તેઓની આ કામગીરીનાં શહેરભરનાં લોકો વખાણ કરી રહ્યા છે.

ઘરે ઘરે શેરીએ શેરીએ જઈને કપડાંનો વેપાર શરૂ કર્યો
ઘરે ઘરે શેરીએ શેરીએ જઈને કપડાંનો વેપાર શરૂ કર્યો

શેરીએ શેરીએ ફરીને મહિલાઓ માટેના કપડાં વેચવાનું શરૂ કર્યું
આ અંગે જણાવતા ખુશ્બુબેન કહે છે કે, અગાઉ અમે ચણીયા-ચોળી અને દુપટ્ટાનો વેપાર કરતા હતા. પરંતુ લોકડાઉનમાં લગ્ન પ્રસંગ બંધ હોવાથી કામકાજ ઠપ્પ થતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. જેને લઈને મેં મારા સ્કૂટરને જ દુકાન બનાવવાનો અને તેમાં બેસીને ઘરે-ઘરે જઈ મહિલાઓની રોજિંદી જરૂરિયાતની વસ્તુ જેવી કે, કુર્તી, લેગીસ, ટીશર્ટ વેચવાનો નિર્ણય કર્યો હતો. મારા આ નિર્ણયને મારા પતિ જીતેશે પણ આવકાર્યો હતો. એટલું જ નહીં આ માટેની જરૂરી તમામ વ્યવસ્થા કરી આપતા મારી હિંમતમાં વધારો થયો હતો. મેં સ્કૂટર ઉપર શેરી-ગલીઓમાં ફરીને મહિલાઓ માટેનાં કપડાં વેચવાનું શરૂ કરી દીધું હતું.

સારા સ્વભાવને કારણે ધંધામાં પણ સારી આવક શરૂ થઈ
સારા સ્વભાવને કારણે ધંધામાં પણ સારી આવક શરૂ થઈ

લોકડાઉન પહેલાં બજારોમાં થતાં વેપાર કરતાં વધુ વેપાર થવા લાગ્યો
શરૂઆતમાં તો લોકો મારી પાસેથી કપડાં લેવામાં થોડા ખચકાતા હતા. પરંતુ મારી પાસે રહેલી કપડાંની અલગ પ્રકારની વેરાયટી અને મારા મિલનસાર સ્વભાવને લઈ ધીમે-ધીમે વેપાર થવા લાગ્યો હતો. બાદમાં કોઈપણ પ્રકારની જાહેરાત વિના લોક મુખે થયેલા પ્રચારને લઈ મારા કપડાંની વેરાયટીઓ ખરીદવા લોકો મારા સ્કૂટરની રાહ જોવા લાગ્યા છે. અને જુદી-જુદી બજારોમાં ફરી જેટલું વેચાણ થતું હતું તેનાથી પણ વધુ વેપાર થવાનું શરૂ થઈ ગયું છે. હાલમાં તો મારી માસિક આવક રૂ. 30થી 35 હજારે પહોંચી ચુકી છે.

શહેરની મહિલાઓ હવે સામેથી ફોન કરીને કપડાં ખરીદવા બોલાવે છે
શહેરની મહિલાઓ હવે સામેથી ફોન કરીને કપડાં ખરીદવા બોલાવે છે

મિલનસાર સ્વભાવને કારણે ગ્રાહકો વધવા માંડ્યાં
આજના સમયમાં જ્યારે લોકો પાસે સમયનો અભાવ છે, ત્યારે ખુશ્બુ બેન મહિલાઓને ઘર આંગણે શોપિંગ કરવાની સુવિધા આપે છે. જેને લઈને મહિલાઓ તેમને ફોન કરીને ઘરે બોલાવે છે. અને ખુશ્બુબેન પણ પોતાના સ્કૂટર પર જ કપડાની વેરાયટીનો બધો સામાન લઈને પહોંચી જાય છે. આ સાથે જ જો કોઈપણ મહિલાએ બોલાવ્યા બાદ પણ સામાન પસંદ ન પડે તો જરાપણ દુઃખ લગાડ્યા વિના હંસતા મોઢે બીજા સ્થળે પહોંચી જાય છે. તેમના આ સ્વભાવને કારણે હવે કાયમી તેમની પાસેથી જ ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યા વધવા લાગી છે.