પ્રદુષણ રોકવા અનોખા દિવડા:રાજકોટની મહિલાએ દિવાળીના તહેવારોને લઇ સૂતળી બોમ્બ, ફૂલઝર, રોકેટના આકારમાં દિવડા બનાવ્યા, ઉપયોગમાં લીધા બાદ શો-પીસમાં મુકી શકાય

રાજકોટએક મહિનો પહેલા
ફટાકડાના આકારમાં મહિલાએ દિવડા બનાવ્યા.
  • આ દિવડા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, પ્રદુષણ અટકાવવાનો પ્રયાસ

દિવાળીનો તહેવારો નજીક આવી રહ્યા છે. આ તહેવારોમાં દિપ પ્રગટાવવા અને ફટાકડા ફોડવાનું ખાસ મહત્વ હોય છે. જોકે, ફટાકડા દ્વારા એર અને નોઈઝ પોલ્યુશન થતું હોય છે. ત્યારે આવા પ્રદુષણને અટકાવી અને દિવાળીનાં તહેવારની ઉજવણી કરવા શહેરની એક મહિલાએ ખાસ સૂતળી બોમ્બ, ફૂલઝર, રોકેટ સહિતના ફટાકડા જેવા દેખાતા દિવડા તૈયાર કર્યા છે. આ દિવડાની ખાસિયત છે કે, તહેવારોમાં દીપ તરીકે જલાવ્યા બાદ શો-પીસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આમ આ દિવડામાં ફટાકડા, દીપ અને શો-પીસ ત્રણેયનો અનોખો સમન્વય કરાયો છે.

મહિલાએ બનાવેલા દિવડા આકર્ષણનું કેન્દ્ર બન્યા.
મહિલાએ બનાવેલા દિવડા આકર્ષણનું કેન્દ્ર બન્યા.

પ્રદુષણ વિના દીપાવલી પર્વની ઉજવણી કરી શકાશે
ફટાકડા જેવા દિવડા બનાવનાર મહિલા હીનલબેન રામાનુજ કહે છે કે, આ વર્ષે દીપાવલીનાં દિવડાઓને અલગ જ આકાર આપી તૈયાર કર્યા છે. જે શહેરમાં મળતા અલગ-અલગ ફટાકડા જેવા દેખાય છે. જેમાં કેન્ડલ પણ લગાવી શકાય છે. એટલું જ નહીં દીપાવલી પછી શો-પીસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. હાલ કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી આરોગ્યની કાળજી જરૂરી છે. ફટાકડાથી થતું એર તેમજ નોઈઝ પોલ્યુશન તંદુરસ્તી માટે નુકસાનકારક છે. ત્યારે લોકો મારા બનાવેલા દિવડાનો ઉપયોગ કરશે તો ફટાકડાનો આનંદ માણવાની સાથે પ્રદુષણ વિના દીપાવલી પર્વની ઉજવણી કરી શકાશે.

ફટાકડાના આકારમાં દિવડા બનાવ્યા.
ફટાકડાના આકારમાં દિવડા બનાવ્યા.

આ દિવડા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
હીનલબેન રામાનુજે લોકોને દીપાવલીમાં ઓછામાં ઓછો અવાજ અને ધૂમાડો થાય તેવા ફટાકડા ફોડવા અપીલ કરી છે. સાથે જ શક્ય હોય તો પ્રદુષણ રોકવા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ દિવડાઓ કે જેમાં ફટાકડાનો આકાર દિપકનું કામ અને શો-પીસ સહિતની વસ્તુઓનો સમન્વય છે. તેનો ઉપયોગ કરીને તહેવારોની ઉજવણી કરવાની અપીલ તેમણે કરી છે. ત્યારે હવે લોકો ફટાકડાનો ઉપયોગ ઘટાડે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. પણ હાલ આ દિવડા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પ્રદુષણ રોકવા મહિલાનો પ્રયાસ.
પ્રદુષણ રોકવા મહિલાનો પ્રયાસ.
દિવડામાં ઈમિટેશનનું મટિરિયલ્સ વાપરવામાં આવ્યું.
દિવડામાં ઈમિટેશનનું મટિરિયલ્સ વાપરવામાં આવ્યું.
અન્ય સમાચારો પણ છે...