હોસ્પિટલમાં આપઘાત:ધ્રોલના દરબાર ગઢની મહિલા રાજકોટની કેન્સર હોસ્પિટલમાં આંતરડાના કેન્સરની સારવાર માટે દાખલ થઇ, ગત રાતે ગળેફાંસો ખાધો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હોસ્પિટલના છઠ્ઠા માળે રૂમ નંબર 619માં સારવાર માટે દાખલ થઈ હતી

રાજકોટના નિર્મલા રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલમાં ગઈકાલે જ આંતરડાના કેન્સરની સારવાર માટે ધ્રોલના દરબાર ગઢની મહિલા છઠ્ઠા માળે દાખલ થઈ હતી. પરંતુ અગમ્ય કારણોસર ગત રાત્રિના સમયે જમ્યા બાદ બારણું અંદરથી બંધ કરી પંખામાં કાપડ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા હોસ્પિટલના રૂમ નં.619માં દાખલ થઈ હતી
જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે દરબારગઢમાં રહેતી વર્ષાબા હરદેવસિંહ જાડેજા (ઉં.વ.39) નામની મહિલા ગઈકાલે જ આંતરડાના કેન્સરની બીમારીને લઇ નિર્મલા સ્કૂલની સામે આવેલી કેન્સર હોસ્પિટલમાં છઠ્ઠા માળે રૂમ નંબર 619માં સારવાર માટે દાખલ થઈ હતી. પરંતુ ગઈકાલે રાત્રે જમ્યા બાદ રૂમનું બારણું બંધ કરી પંખામાં કપડું બાંધી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મૃતકના પતિ મજૂરી કામ કરે છે
ગઈકાલે તેમના પતિએ વર્ષાબાને સારવાર માટે ખસેડ્યા બાદ રાત્રિના તેઓને જમાડ્યા હતા. ત્યારબાદ પોતે નીચે જમવા જતા વર્ષાબાએ બારણું બંધ કરી પગલું ભરી લીધું હતું. પતિ ઉપર આવ્યા ત્યારે બારણું ન ખોલતા ત્યાં તબીબ અને સ્ટાફને જાણ કરી હતી. આથી ઘણી મથામણ બાદ સ્ટાફે બારણું ખોલીને જોતા વર્ષાબા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આથી હોસ્પિટલના ડો.ગુપ્તાએ 108 તેમજ પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ મજૂરી કામ કરે છે અને તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.