તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:રાજકોટની મુંજકા નર્સરીમાં કાર્યરત મહિલા ફોરેસ્ટર પર અજાણી મહિલા દ્વારા હુમલો, ફરિયાદ દાખલ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્સરીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
નર્સરીની ફાઈલ તસ્વીર
  • યુનિવર્સીટી પોલીસે ફરિયાદને આધારે તજવીજ હાથ ધરી

રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલ ફોરેસ્ટર કોલોની સી-બ્લોકમાં રહેતા અને મુંજકા નર્સરીમાં ફોરેસ્ટર તરીકે નોકરી કરતા ભારતીબેન વાળાએ પાટીદાર ચોકમાં રહેતા જાનવીબેન અગ્રાવત સામે ફરજમાં રૂકાવટની યૂઈનીવર્સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફોર વ્હીલમાં ત્રણ શખ્સો આવ્યા હતા
ફોરેસ્ટર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે સવારે 9 વાગ્યા આસપાસ મુંજકા ગામ ખાતે આવેલ મુંજકા નર્સરીમા મારી હું ફરજ ઉપર ગયેલ હતી અને તે વખતે અમારા કાયમી રોજમદાર વીનોદભાઈ જાનકીદાસ અગ્રાવત તથા બીજા રોજમદાર માણસો હાજર હતા અને આશરે સવા દસેક વાગ્યે એક ફોર વ્હીલમા બે બહેન તથા એક ભાઈ અમારી નર્સરીમા આવ્યા હતા અને પરેશભાઈ ચોહાણને મળેલ જેઓએ આ લોકોને ના પાડેલ કે આજે રજા છે અને રોપા વીતરણ બંઘ છે. તમે કાલે આવજો

યુનિવર્સીટી પોલીસે ફરિયાદને આધારે તજવીજ હાથ ધરી
વધુમાં ફરિયાદમાં ફોરેસ્ટરે જણાવ્યું હતું કે, તેમ છતા આ લોકો અંદર આવી વીનોદભાઈને મળ્યા.આ અંગે મને જાણ કરેલ જેથી હું આવી નર્સરીમાં આવી અને ત્રણેય લોકોને સમજાવ્યું કે, આજે રવીવાર છે તમે કાલે આવજો. તેમ છતા તેઓ મારૂ માન્યા નહીં અને મારી સાથે જીભાજોડી કરવા લાગેલ હતા અને આ બે બહેન પૈકી જે મોટી ઉંમરના હતા.તેનુ નામ મને પાછળથી જાણવા મળેલ કે જાનવીબેન અગ્રાવત છે. તે મારી સાથે ઝપાઝપી કરવા માંડ્યા અને બે ત્રણ તમાચા માર્યા પણ માર્યા. તેવામા તેની સાથે રહેલ બીજા એક બહેન તથા ભાઈ આવી ગયેલ હતા અને તેઓએ અમને છોડાવેલ હતા અને આ ઝપાઝપી માં મારા કપડા પણ ફાટી ગયા હતા. ફોરેસ્ટરની ફરિયાદના આધારે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી ફરિયાદને આધારે તજવીજ હાથ ધરી છે.