તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગમખ્વાર અકસ્માત:વીરપુર હાઇવે પર મોડી રાતે ટ્રક અને ટાટા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, એક મહિલાનું ઘટના સ્થળે મોત

વીરપુર4 મહિનો પહેલા
  • ટ્રક ચાલકની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

રાજકોટમાં વીરપુર હાઇવે પર આવેલ અમરદીપ હોટેલ સામે એક ટ્રક અને ટાટા 407નો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે પુરપાટ વેગે જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી વળાંક લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. હાલ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પરિવાર કેરીના બોક્સ ભરીને પોતાના વતન સુરેન્દ્રનગર જતા હતા
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર તાલાલા થી કેરીના બોક્સ ભરીને પોતાના વતન સુરેન્દ્રનગર જતા યોગેશભાઈ પાટડીયા, તેની પત્ની શ્રદ્ધાબેન પાટડીયા અને યોગેશભાઈના મિત્ર વિપુલભાઈ મૂઢવા પોતાના ટાટા 407 નં.GJ-07-Y0416 લઈને સુરેન્દ્રનગર જતા હતા ત્યારે રસ્તામાં વીરપુર પાસે અમરદીપ હોટેલ સામે હાઇવે પર આગળ જતાં ટ્રક નં.GJ-01- BY-3449 નંબરના ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી વળાંક લેતા પાછળ આવતા ટાટા 407ના ડ્રાઇવર વિપુલભાઈએ કાબુ ગુમાવતા ટ્રક પાછળ ટાટા 407 ટકરાતા ટાટા 407નો બુકડો બોલી ગયો હતો. તેમાં શ્રદ્ધાબેન યોગેશભાઈ પાટડીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
જ્યારે યોગેશભાઈ પાટડીયા તેમજ ડાઇવર વિપુલભાઈ મૂઢવાને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિને વીરપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં મૃત્યુ થનાર મહિલાની ડેડબોડીને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ વીરપુર પોલીસે હાથ ધરી હતી.

(કિશન મોરબીયા, વીરપુર)