નિર્ણય:કોરોનાના સમયમાં પશુપાલકો માટે આવકારદાયક નિર્ણય

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો કહેર અને ઘાસચારાની અછત વચ્ચે
  • માહીદાણના ભાવમાં પ્રતિ બેગ 100 રૂપિયાની રાહત જાહેર કરાતા પશુપાલકોમાં ખુશી છવાઇ

સૌરાષ્ટ્ર-કચ્છના દૂધ ઉત્પાદકોની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની દ્વારા પ્રવર્તમાન કોવિડ-19 અને ઘાસચારા અછતની પરિસ્થિતિને ધ્યાને લઇને પશુઓની તંદુરસ્તી જળવાઇ રહે, પશુઓને સતત પૌષ્ટિક આહાર મળતો રહે અને પરિણામે પશુપાલકોને પશુદીઠ દૂધ ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય તે હેતુથી દાણના ભાવમાં પ્રતિ બેગ 100 રૂપિયાની ધરખમ રાહત જાહેર કરવામાં આવી છે. કંપની દ્વારા માહીદાણના ભાવમાં મોટી રાહત જાહેર કરવામાં આવતા પશુપાલકોમાં ખેશી છવાઇ છે.

માહી કંપની દ્વારા પશુપાલકોના હિતમાં મુશ્કેલીના સમયે અનેક હિતવિષયક નિર્ણયો લેવામાં આવે છે. રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર હોવાથી પશુપાલકો પણ આર્થિક મુશ્કેલીવાળા સમયમાંથી પસાર થઇ રહ્યા છે તો બીજી તરફ બજારમાં ઘાસચારાની પણ અછત પ્રવર્તી રહી છે. દુધાળા પશુઓને ઉત્તમ સ્વાસ્થ્ય માટે લીલા અને સૂકા ઘાસચારાની સાથે સાથે દૂધ ઉત્પાદકતા વધારી પ્રતિ લિટર ખર્ચ ઘટાડવા સમતોલ આહારમાં પશુદાણ આપવું જરૂરી છે.

હાલની પરિસ્થિતિમાં પશુપાલકોને દિન-પ્રતિદિન પશુપાલન પાછળ થતા ખર્ચમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કંપનીના નિયામક મંડળ દ્વારા પશુઓને પૂરતું પોષણ મળી રહે તે માટે માહીદાણ પાવર, માહીદાણ રેગ્યુલર, માહીદાણ જુનિયર તથા માહીંદાણ સંપૂર્ણમાં બેગદીઠ રૂપિયા 100 ની રાહત આપવાની જાહેરાત કરાતા પશુપાલકોમાં આનંદ છવાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...