તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાતકેસ:અઠવાડિયા પછી પણ પોલીસ એક પણ આરોપી સુધી પહોંચી શકી નથી, આગોતરા જામીન માટે પુરતો સમય આપવા પોલીસ છાવરતી હોવાનું ચિત્ર સ્પષ્ટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
1 જૂને મહંતે આપઘાત કર્યો હતો. - Divya Bhaskar
1 જૂને મહંતે આપઘાત કર્યો હતો.
  • જયરામદાસ બાપુના આપઘાતને 15 દિવસ અને ફરિયાદ નોંધાયાને પણ એક સપ્તાહથી વધુ સમય થયો

રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ગામ સ્થિત ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાત મામલે રોજ બરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં પોલીસે ફરિયાદ નોંધી ટ્રસ્ટીઓ સહિત અનેક લોકોના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે પ્રથમ ફરિયાદમાં 3 આરોપી બાદ ગઇકાલે તપાસમાં આગળ વધુ 2 આરોપી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી 5 પૈકી એક પણ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી નથી. આરોપીઓ આગોતરા જામીન લેવા દોડધામ શરૂ કરી છે. આ માટે પોલીસ આરોપીઓને છાવરી પુર તો સમય આપતી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.

હાલમાં પોલીસ માત્ર નિવેદન નોંધી તપાસ કરી રહી છે
જયરામદાસ બાપુના મૃત્યુને 15 દિવસ થયા અને ફરિયાદ નોંધાયાને પણ એક સપ્તાહથી વધુ સમય થઇ ગયો છે. છતાં પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હાલમાં પોલીસ માત્ર નિવેદન નોંધી આરોપીઓને પકડી પાડવા 4 ટીમ કામે લાગી હોવાની અને તપાસ ચાલુ હોવાના બણગા ફૂંકી રહી છે. પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી મળતી ચોક્કસ માહિતી મુજબ હાલમાં આરોપીઓ આગોતરા જામીન લેવા માટે દોડધામ કરી રહ્યાં છે અને આ માટે પોલીસ આરોપીઓને છાવરી પુરતો સમય આપતી હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.

ટ્રસ્ટીઓએ અનુયાયીઓ સાથે મળી અંતિમવિધી કરી નાખી હતી.
ટ્રસ્ટીઓએ અનુયાયીઓ સાથે મળી અંતિમવિધી કરી નાખી હતી.

કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ દાખલ
રાજકોટ પોલીસ દ્વારા ગઇકાલે વધુ 2 આરોપી સામે ફરિયાદ દાખલ કરતા અત્યાર સુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

20 પેજની સ્યૂસાઇડ નોટ મળી હતી
ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ઝેરી ટીકડાં પીને આપઘાત કર્યો હતો, તા.1ના સવારે ટ્રસ્ટી અને આ કેસના ફરિયાદી રામજી લીંબાસિયા આશ્રમે ગયા ત્યારે તેને મહંતનો મૃતદેહ જોવા મળ્યો હતો અને મહંતે કરેલી ઊલટીના ડાઘ જોવા મળ્યા હતા, તથા મહંતના રૂમમાંથી 20 પેજની સ્યૂસાઇડ નોટ પણ તેને મળી હતી. રામજી લીંબાસિયાએ એ પળે જ આશ્રમના તમામ ટ્રસ્ટીઓ, મહંતના ગુરુ, દાદાગુરુ અને ગુરુભાઇ સાધુ રઘુવીરદાસ સહિતનાઓને જાણ કરતાં તમામ લોકો આશ્રમે દોડી ગયા હતા.

કાગદડી પાસે ખોડિયાર આશ્રમ આવેલો છે.
કાગદડી પાસે ખોડિયાર આશ્રમ આવેલો છે.

બ્લેકમેલ કરતા હોવાથી કર્યો હતો આપઘાત
​​​​​​​મહંતના ગુરુ સહિતનાઓ અને ટ્રસ્ટીઓમાં ઘટના અંગે ચર્ચા થઇ હતી કે, મહંત જયરામદાસના બે યુવતીઓ સાથેના છ વીડિયો અલ્પેશ અને હિતેષ પાસે છે અને તે બંને શખ્સ તે મુદ્દે બ્લેકમેઇલ કરતા હોય કંટાળીને જયરામદાસે આપઘાત કર્યો છે, સ્યૂસાઇડ નોટમાં પણ તે બાબતનો ઉલ્લેખ છે, યુવતીનો મામલો જાહેર થશે તો આશ્રમની આબરૂ જશે જેથી મહંત જયરામદાસે આપઘાત નહીં પરંતુ તેનું કુદરતી મૃત્યુ થયું છે તેવું ડેથ સર્ટિફિકેટ મેળવવા કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આરોપી ડો.નિલેશ નિમાવતની ડેથ સર્ટિફિકેટ બનાવી આપવાની ભૂમિકા.
આરોપી ડો.નિલેશ નિમાવતની ડેથ સર્ટિફિકેટ બનાવી આપવાની ભૂમિકા.

ડોક્ટર નિમાવતની ભૂમિકા નકલી ડેથ સર્ટિફિકેટ બનાવવાની હતી
​​​​​​​ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી વકીલ રક્ષિત કલોલા મહંતે આપઘાત કર્યો હોવાનું પ્રથમ દિવસથી જ જાણતો હોવાના પુરાવા મળ્યા છે, તેમજ દેવ હોસ્પિટલના સંચાલક ડો.નિલેશ નિમાવતે તેની હોસ્પિટલના ડો.કમલેશ કારેલિયાને કહેતા તેણે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ભૌતિક સોજીત્રા પાસે ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. બીજીબાજુ અગાઉ જેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેષ લખમણ જાદવે બ્લેકમેઇલ કરી પડાવેલા રૂ.20 લાખમાંથી ખરીદ કરેલા હિટાચી, બોલેરો અને સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવ્યા હતા.

આરોપી વકીલ રક્ષિત કલોલાએ સુસાઇડ નોટ કબ્જે કરી પોતાની પાસે રાખી હોવાની ભૂમિકા હતી.
આરોપી વકીલ રક્ષિત કલોલાએ સુસાઇડ નોટ કબ્જે કરી પોતાની પાસે રાખી હોવાની ભૂમિકા હતી.

સરકારી વકીલ રક્ષિતની આ હતી ભૂમિકા
મહંત જયરામદાસે તા.1ના આપઘાત કર્યો હતો. આ મામલે તા.8ના પોલીસે ગુનો નોંધ્યો હતો. મહંતનું કુદરતી મૃત્યુ નહીં પરંતુ આપઘાત હોવાની સરકારી વકીલ રક્ષિત કલોલા સહિત અનેક લોકો જાણતા હતા. રક્ષિતે તા.1ના જ મહંતે ઊલટી કરી હતી તે સાફ કરવા સેવકને સૂચના આપી હતી તેમજ તે દિવસે જ તેને મળેલી સ્યૂસાઇડ નોટ મહંતના ગુરુભાઇ અને હાલમાં ખોડિયાર આશ્રમના ગાદીપતિ સાધુ રઘુવીરદાસને ફોટો પાડી મોબાઇલમાં મોકલી આપી હતી. સાધુ રઘુવીરદાસને સ્યૂસાઇડ નોટ મોકલવાનો હેતુ શું હતો?, હાલમાં રઘુવીરદાસ ખોડિયાર આશ્રમના ગાદીપતિ બન્યા છે તો મહંત જયરામદાસને ઉથલાવી રઘુવીરદાસને મહંત બનાવવાનો કારસો હતો કે કેમ સહિતના મુદ્દે પણ તપાસ થવી જોઇએ.

આરોપી હિતેશ અને અલ્પેશ.
આરોપી હિતેશ અને અલ્પેશ.

પડાવેલા પૈસામાંથી અલ્પેશ મકાન ખરીદવા ઇચ્છતો હતો
ડીસીપી મીણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ અલ્પેશ, હિતેષ અને વિક્રમ સોહલા મહંત જયરામદાસને બ્લેકમેઇલ કરી પૈસા પડાવતા હતા અને તેણે રૂ.20 લાખ જેવી રકમ પડાવી હતી, બ્લેકમેઇલથી મેળવેલા પૈસામાંથી અલ્પેશ રાજકોટમાં મકાન ખરીદ કરવા ઇચ્છતો હતો અને તે માટે તેણે પ્રયાસ કર્યા હતા જોકે મકાન ખરીદ કર્યું નહોતું.

આરોપી વિક્રમ ભરવાડ મહંતને માર મારવાની ભૂમિકા ભજવતો.
આરોપી વિક્રમ ભરવાડ મહંતને માર મારવાની ભૂમિકા ભજવતો.
અન્ય સમાચારો પણ છે...