ધરપકડ:રૈયાધારમાંથી પાણીના ધંધાર્થીને પોલીસે પિસ્ટલ સાથે પકડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એમપીના શખ્સ પાસેથી દોઢ વર્ષ પહેલા લીધાનું રટણ

રૈયાધાર, પાણીના ટાંકા પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે કોઇ ગુનો આચરવા ઊભો હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ.કિશનભાઇ આહીર સહિતનો કાફલો રૈયાધાર દોડી ગયો હતો. જ્યાંથી માહિતી મુજબના શખ્સને સકંજામાં લીધો હતો.

પૂછપરછ કરતા આ જ વિસ્તારના સ્લમ ક્વાર્ટરમાં રહેતો અને પાણીનો વેપાર કરતો રતા ખોડા રાતડિયા હોવાનું જણાવ્યું હતું. હથિયાર અંગે પૂછપરછ કરતા તેને હકો ભરવાડ સાથે માથાકૂટ ચાલતી હોય દોઢ વર્ષ પહેલા મધ્યપ્રદેશના શખ્સ પાસેથી પિસ્ટલ ખરીદી હોવાનું રટણ રટ્યું હતું. જોકે, રતા રાતડિયાની વાત પોલીસને ગળે ઉતરતી ન હોય તેનો રેકોર્ડ ચેક કરતા રતો અગાઉ ધમકી, છેતરપિંડી સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...