તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:4 લાખના ઘરેણાં ભરેલું પાકીટ પડ્યું, વૃદ્ધા કેમેરામાં દેખાયા, ભેદ ઉકેલાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ધારે તો પ્રજા માટે સારું કામ થઇ શકે તે પુરવાર કરતો કિસ્સો

કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતા લલિતભાઇ રાધનપુરા અને તેના પરિવારજનો પાંચેક દિવસ પૂર્વે અમદાવાદ ગયા હતા, અમદાવાદ જતાં પૂર્વે લલિતભાઇએ તેમના પરિવારના મહિલા સભ્યની સોનાની ચાર બંગડી, એક માળા અને મંગળસૂત્ર સહિત રૂ.4 લાખના સોનાના દાગીના ગુંદાવાડીમાં રહેતા તેમના નાનાભાઇ ઉમેશભાઇ રાધનપુરાના ઘરે રાખ્યા હતા.

શુક્રવારે લલિતભાઇ અને તેના પરિવારજનો પરત આવતા સાંજે 7 વાગ્યે ઉમેશભાઇનો 15 વર્ષનો પુત્ર દેવ દાગીના ભરેલું પાકીટ લઇને મોટાબાપુના ઘરે આપવા જવા નીકળ્યો હતો. આ સમયે કોઠારિયા રોડ પર 4 લાખની મત્તા ભરેલું પાકિટ પડી ગયું હતું.

આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજમાં ઘડો લઈને જઈ રહેલા એક વૃદ્ધાએ પાકિટ લઈ લીધું હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પોલીસ વૃદ્ધાના ઘરે પહોંચી ગઇ હતી અને રાધનપુરા પરિવારને તેમના ગુમ થઇ ગયેલા રૂ.4 લાખના દાગીના પરત કરાવ્યા હતા. પોલીસની ત્વરિત કામગીરીને રાધનપુરા પરિવારે બિરદાવી હતી. આમ સીસીટીવીમાં ઘડા સાથે દેખાયેલા વૃદ્ધાના કારણે પોલીસને સફળતા મળી હતી અને મૂળ માલિકને દાગીના પરત મળ્યા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો