તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:હરિયાણાથી આવતી 6876 બોટલ દારૂ ભરેલી ટ્રક ઝબ્બે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ જૂનાગઢ લઇ જવાતો’તો, વાઇફાઇથી વોટ્સએપમાં બૂટલેગર સાથે વાત થતી’તી

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પરથી પોલીસે 6876 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે હરિયાણાના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.26,58,820નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો જૂનાગઢ લઇ જવાતો હતો.

કુવાડવા હાઇવે પર એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ પર પીઆઇ હડિયા સહિતનો સ્ટાફ વાહન ચેક કરી રહ્યા હતા ત્યારે હરિયાણા પાસિંગની ટ્રક આવતા પોલીસે તપાસ કરતાં અંદરથી અલગ અલગ બ્રાંડનો 6876 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.26,56,820નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલક હરિયાણાના કુલ્લડપુર ગામના સુખવીન્દરસિંઘ ઉર્ફે મનોજ મનમોહનસિંઘ મુલતાની (ઉ.વ.25)ની અટકાયત કરી હતી.

પીઆઇ હડિયાએ જણાવ્યું હતું કે, ટ્રકચાલક સીમકાર્ડ વગરના મોબાઇલનો ડોન્ગલથી ઉપયોગ કરતો હતો. વાઇફાઇથી ફોન એક્ટિવ કરી દારૂ મોકલનાર હરિયાણાના મોનુ નામના શખ્સ સાથે સંપર્કમાં હતો, મોનુ સૂચના આપે તે મુજબ ટ્રક અલગ અલગ શહેરમાં લઇને જતો હતો. દારૂ જૂનાગઢ લઇ જવાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...