કાર્યવાહી:સુરેન્દ્રનગરથી રેતીચોરી કરી ગોંડલ આવતી ટ્રક ગુંદાળા ગામથી ઝડપાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ વિભાગે જામકંડોરણા રહેતા શખ્સને પકડ્યો, ટ્રકમાલિક ગોંડલનો વતની

રાજકોટ જિલ્લામાં ફરી એક વખત ખનીજચોરી સામે આવી છે. ખાણ ખનીજ વિભાગે ગુંદાળા ગામે પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રક શંકાસ્પદ લાગતા તેને અટકાવી હતી. ચાલક પાસેથી રેતી વહનના કોઇ પુરાવા નીકળ્યા ન હતા અને ખનીજચોરી સાબિત થઈ હતી. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે પોતાનું નામ અરવિંદ જણાવ્યું હતું જે હાલ જામકંડોરણા રહે છે અને દાહોદનો વતની છે જ્યારે રેતી હર્ષદસિંહ ઈન્દુભા જાડેજાની હોવાનું કહ્યું હતું. તે રેતી સુરેન્દ્રનગર તરફથી લાવીને ગોંડલમાં નાખવાનો ઈરાદો ધરાવતો હતો તે પહેલા જ પકડાઈ ગયો હતો.

ખાણ ખનીજ વિભાગે ટ્રકમાં 10 ટન રેતીનો અંદાઝ લગાવી રેતી તેમજ ટ્રક સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ સીઝ કરીને તેનો કબજો ગોંડલ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ફરી એક વખત રેતીચોરીમાં સુરેન્દ્રનગરનું નામ જોડાયું છે અને સૌથી મોટી બાબત એ છે કે દર વખતે રાજકોટના પ્રવેશ સમા કુવાડવા તરફથી જ આ તમામ ટ્રક આવતી હોય છે આમ છતાં રાજકોટમાંથી પસાર થઈ જાય છે. આવી અનેક ટ્રક દરરોજની લાખો ટન રેતી લઈને ખનીજમાફિયાઓને કમાણી કરાવે છે. જેમાંથી ખનીજમાફિયાઓ અમુક ટુકડા તેના મળતિયાઓને ફેંકીને આબાદ ચોરી કર્યા કરે છે.

અન્ય સમાચારો પણ છે...