રાજકોટમાં વધુ એક સોની વેપારી છેતરાયો:નાઇટ શિફ્ટમાં કામ કરતા વેપારીને ઝોકું આવ્યું, કારીગર રૂ.26.72 લાખના દાગીના લઈ ફરાર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના વેપારી કેતનકુમાર ભુપતભાઈ ધકાણ (ઉ.વ.34) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે પેલેસ રોડ પર આવેલ ટંકારાવાળા એસટેડ નામની બિલ્ડીગમા પહેલા માળે દુકન નં-7 મા બેસીને સોનાનુ ઘાટ કામ કરી મજુરીકામ કરી મારુ ગુજરાન ચલાવુ છુ. અને મારો સગો મોટોભાઈ રાકેશ ભુપતભાઈ ધકાણ જે મુંબઈ રહે છે અને મારા માતા જયશ્રીબેન ભુપત ભાઈ ધકાણ જેવો જૂનાગઢના રાણપુર ગામ ખાતે રહે છે. હુ છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં રહું છું.

સોનાના દાગીના ઉપર મજુરીકામ કરે છે
અમારે અમારી દુકાનમાં સોનાના કામના કારીગરની જરૂરત હોય જેથી મારા ઓળખીતા મકસદભાઇને કારીગર માટે મે એક મહીના પેલા તેઓની દુકાન એસ.કે ગોલ્ડ જે સોની બજારમા આવેલ છે ત્યા અમોએ વાત કરેલ અને તેઓએ મને જણાવેલ કે, એક કારીગર મુફીજુલ ઇસ્લામ નામના માણસની ઓળખાણ કરાવેલ હતી અને આ મુફીજુલ પોતે સોનાના કામનો કરીગર હોય અને પોતે વતનમા જઇ પાછો આવશે ત્યારે તમારી ત્યા કામે લાગશે તેવી વાત કરાવેલ અને આ માણસ ગઇ તા.9 ના રોજ અમારે ત્યા દુકાને આવેલ અને તેને રૂટિન કામમાં રાખેલ હતો અને મારી ત્યાં બીજા કારીગર શબ્બીરભાઇ તથા રઝાકભાઇ તથા આમીરૂલ નામના બીજા ત્રણ કારીગર તથા ચોથો મુફીજુલ ને મે રાખેલ હતો અને આ લોકો સોનાના દાગીના ઉપર મજુરીકામ તરીકે રાખેલ હતા.

દાગીના આશરે 556 ગ્રામ વજનના હતા
સોનાના અલગ અલગ દાગીના આપી જે કામ કરવાનુ હોય તે અમારા કારીગરો કામ કરતા હોય છે. અને ગઇ તા. 12 ના રાત્રીના પણ કામ વધારે હોય ત્રણ કારીગરો જતા રહેલ અને મુફીજુલ ઇસ્લામ જે અમે બંને ઉપરોકત જણાવેલ અમારી દુકાને હાજર રહી અને સોનાનુ ઘાટકામનો ઓડર મુજબનુ કામ કરતા હોય જેથી અમારે ઓડર મુજબનુ કામ પુર્ણ કરવાનું હોય જેથી અમો તથા અમારો કારીગર મુફીજુલ બંને જણા નાઈટ શીફટ કરવાના હોય ઉપરોકત જણાવેલ દુકાને હાજર હતા અને મેં મુફીજુલને સોનાના પેન્ડલનુ કામ અલગથી આપેલ હતુ અને મુફીજુલ કામ કરતો હતો. મને મારા કારીગર મુફીજુલ પર વીશ્વાસ હોય તેથી અમારા સોનાના દાગીના તથા અમારો થડો પણ મુફીજુલ ને આપી દીધેલ હતો અને જે મારી દુકનના ટેબલના ખાનામા રાખેલ સોનાનો દાગીના જે ઓડર મુજબનો બનાવેલ હતા તે દાગીના આશરે 556 ગ્રામ જેનુ વજન ગણાય તે દાગીના હતા તે મુફીજુલની પાસે હોય.

દાગીના લઇને જતો રહ્યો
કામ કરતા સમયે મને નીંદર આવી જતા હું સુઇ ગયેલ હતો અને આ મુફીજુલ વીશ્વાસમા વીશ્વાસધાત કરી મને અંધારામા રાખી જે સોનાના દાગીના 556 ગ્રામ જેની કિંમત રૂપીયા 26.72 લાખ આશરે ગણાય. જે મારો કારીગર મોફિજુલ ઈસ્લામ લઈને જતો રહેલ હતો અને આ મુફીજુલ ઇસ્લામ અમારી સાથે છેતરપીડી કરી સોનાના દાગીના લઇને જતો રહેલ હતો.

છેતરપિંડી આચરી
જેથી આ અમારી ઓફિસમા કામ કરતો કારીગર મોફીજુલ ઈસ્લામ સમસુલ ઈસ્લામ જે ગઈ તા.12 ના રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ અમારી દુકાનનામા રહેલ જે સોનાના દાગીના મુફીજુલના કબ્જામાં હોય અમારો વીશ્વાસ કેળવી મારું સોનાના દાગીના વજન 556 ગ્રામ જેની કિંમત રૂપીયા 26.72 લાખ આશરે ગણાય તે મારી સાથે છેતરપિંડી તથા વીશ્વાસધાત કરી સોનાના દાગીના ઓળવી જતા મુફીજુલ વિરૂધ્ધ મારી ફરિયાદ છે.

અન્ય સમાચારો પણ છે...