દરોડો:કરિયાણાની દુકાનમાં વિદેશી દારૂ વેચતો વેપારી ઝડપાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી રોડ પર જુગાર રમતા 5 પકડાયા

શહેરમાં દારૂ-જુગારના દૂષણને ડામવા પોલીસ સતત દરોડાની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં શહેરમાં લોકો બેરોકટોક દારૂ-જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે પોલીસે શહેરના વિવિધ પાંચ સ્થળોએ દારૂ-જુગારના દરોડા પાડી 10 શખ્સને પકડી પાડ્યા છે. અમીન માર્ગ પર વાઘેશ્વરી પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન કરિયાણાની દુકાનમાંથી વિદેશી દારૂની 3 બોટલ સાથે લક્ષ્મીવાડી-17માં રહેતા કરિયાણાના વેપારી તેજશ દિનકરરાય રૂપારેલિયાને પકડી પાડ્યા છે. ત્રિકોણબાગ પાસેથી ભરત સુંદર આઇલાણી અને વિનય ગીરધરભાઇ લોઢિયાને વિદેશી દારૂની બે લિટરના 8 જગ તેમજ શરાબના 10 ચપલા સાથે પકડી પાડ્યા છે. તેમજ માજોઠીનગરના વિશાલ નારણ માનેને 2 બોટલ સાથે, વિજય પ્લોટના જયેશ નારણ પીપલિયાને ચુનારાવાડમાંથી બે બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

જ્યારે અન્ય બનાવમાં મોરબી રોડ જય જવાન જય કિસાન 25 વારિયામાં જાહેરમાં જુગાર રમતા ચિરાગ કમલેશ ચૌહાણ, નદીમ કાદર ફકીર, વજો ઉર્ફે લાલો ઇંદુ બાંભવા, મેઘા પોલા મુંધવા અને તેજા રતા ગોલતરને રૂ.8050ની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...