તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પર્ણકુટી સોસાયટીમાં રહેતો વેપારી કારમાં વિદેશી દારૂ સાથે પકડાયો

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ તાલુકા પોલીસ બાલાજી હોલ પાછળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી પૂછપરછ કરતા તે પર્ણકુટી સોસાયટીમાં રહેતો વેપારી ધનવંત દિનેશ પડેલિયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કારની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે વેપારી સામે કાર્યવાહી કરી છે. રામનાથપરા, ગરુડ ગરબી ચોક પાસે ઓરડીમાં રહેતા સિકંદર ઉર્ફે કબુ ઇકબાલ નોતિયારને વિદેશી દારૂની 48 બોટલ સાથે ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. જ્યારે મનહરપુર ગામના યશ ઉર્ફે યશપાલ ઘોહા બોરીચાને બે બોટલ અને બેડી ચોકડી પાસેથી મોરબી રોડ, ઉજ્જવલ સોસાયટીના નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમારને એક બોટલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...