તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંધકામ સમિતિની બેઠક:રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં કુલ 26 કામને મંજૂરી મળી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 નવા કામ શરૂ ન કરવા અધિકારીને તાકીદ

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે બાંધકામ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 7.28 કરોડના ખર્ચે 26 કામને મંજૂરી મળી હતી. બીજી તરફ બાંધકામ સમિતિના ચેરમેન પી.જી કયાડાએ અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે, જે 26 કામ મંજૂર કરેલા છે તેમાંથી 20 કામ એવા છે જે શરૂ કર્યા નથી, જેથી ચોમાસાની શરૂઆત થતા આ કામને રોકી દેવાયા છે. સાથોસાથ જે રોડના કામો ચાલુ છે તેમાં પણ માત્ર હવે પેચવર્ક જ કરાશે. જેથી રોડના કામમાં કોઈ ગેરરીતિ ન થાય.

બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના જેટલા રોડના કામો ચાલી રહ્યા છે તેમાંથી ઘણા એવા કામો છે, જેમાં કામની નબળી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે કામ નબળા થશે તો તેમાં એજન્સીએ કામ સુધારીને આપવું પડશે, નહીંતર તેમને થતું ચૂકવણું પણ અટકાવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...