તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લામાં ગુરુવારે કુલ 11335 લોકોએ કોવિડની રસી મુકાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18 પ્લસમાં કુલ 7448 લોકોએ રસી લીધી

રાજકોટ જિલ્લામાં ગુરુવારના રોજ 11335 લોકોએ કોવિડની રસી મુકાવી હતી, જેમાં 18 પ્લસમાં પ્રથમ ડોઝ લેનાર 7443 લોકો અને બીજો ડોઝ લેનાર 5 લોકો નોંધાયા હતા. બીજી તરફ 45 પ્લસના 2561 લોકોએ રસી મુકાવી હતી. જ્યારે 60 વર્ષ ઉપરના 1326 લોકોએ રસી મુકાવી પોતાને સુરક્ષિત કર્યા હતા. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનના કારણે 18 પ્લસમાં રસી મુકાવનાર લોકોની સંખ્યા વધી રહી છે.

18 પ્લસના રસીકરણ માટે જેતપુરમાં સર્વાધિક 1638 લોકોએ રસી મુકાવી હતી, જ્યારે ધોરાજીમાં 5 લોકો બાદ 10 તાલુકામાં એક પણ વ્યક્તિએ બીજો ડોઝ લીધો ન હતો. 18 પ્લસની સાથે જો 45 પ્લસના લોકોની સરખામણી કરાય તો યુવા લોકોમાં રસી લેવા વધુ જાગૃતતા જોવા મળી છે. 45 પ્લસથી 60 વર્ષ વચ્ચેના લોકોમાં પ્રથમ ડોઝ લેનાર કુલ 1184 લોકો નોંધાયા છે, બીજા ડોઝમાં 1377 લોકો રસી મુકાવી હતી.

હરિપર પાળમાં 220 કર્મીએ વેક્સિન મુકાવી
ઔદ્યોગિક વસાહતોમાં રસીકરણ કેમ્પ અભિયાન શરૂ કરાયું છે. તે અંતર્ગત હરિપર પાળ ઈન્ડસ્ટ્રીઝ એસો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કારીગરો અને કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 220 કર્મચારીએ રસી મુકાવી હતી.

જ્યારે આજે લોઠડા-પીપલાણા અને પડવલામાં વેક્સિનેશન કેમ્પ 25 જૂનને શુક્રવારના રોજ યોજાશે. કેમ્પનો પ્રારંભ સવારના 9.00 કલાકેથી શરૂ થશે અને સાંજે 5.00 સુધી ચાલુ રહેશે. કેમ્પ સિલ્વર કોમ્પ્લેક્સ કોટડાસાંગાણી હાઈ-વે લોઠડા -24 ખાતે યોજાશે. ઉપરાંત વધુને વધુ લોકો રસી મુકાવે તે માટે સરકારે જુદી જુદી જગ્યાએ કેમ્પો યોજવાની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...