• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Toll free Number Has Been Announced On Uttarayan For Treating Injured Birds And Complaining About Power Faults In The City

ભાસ્કર વિશેષ:ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓની સારવાર અને શહેરમાં વીજફોલ્ટની ફરિયાદ કરવા ટોલ ફ્રી નંબર જાહેર કરાયા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20થી વધુ પશુ દવાખાનામાં ટીમ ખડેપગે, PGVCLએ ટેક્નિકલ સ્ટાફ તૈનાત કર્યો

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પક્ષીઓની સારવાર માટે જિલ્લાના 20થી વધુ પશુ દવાખાનાઓમાં 30થી વધુ વેટરનરી ડોક્ટરોની ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં કુલ 26 જેટલા સારવાર કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવામાં કરવામાં આવી રહી છે. તેમજ ઘાયલ પક્ષીઓને 5 જેટલી કરુણા એમ્બ્યુલન્સ, મહાનગરપાલિકા, પશુપાલન વિભાગના વાહનો દ્વારા પશુ દવાખાના સુધી લઇ જવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જ્યારે ઘાયલ પક્ષીઓની સારવાર માટે 1962 નંબર ઉપર જાણ કરી મદદ લઇ શકાશે. જ્યારે વીજ વાયરમાં ફસાયેલા પક્ષીઓ માટે 1800233155333 નંબર ઉપર સંપર્ક કરી શકાશે.

આ ઉપરાંત વીજફોલ્ટ નિવારવા પીજીવીસીએલે પણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. પતંગની દોરી વીજવાયરોમાં ફસાવાથી વીજફોલ્ટ સર્જાય તો તેને તાત્કાલિક દૂર કરી વીજપુરવઠો કાર્યરત કરવા માટે પીજીવીસીએલની ટીમ પણ સજ્જ થઇ ગઈ છે. વીજ સમસ્યા સર્જાય તો તે અંગે જાણ કરવા તથા ફરિયાદ કરવા માટે પીજીવીસીએલ દ્વારા શહેરીજનોને ટોલ ફ્રી નંબર 19122 અથવા તો 1800233155333 ઉપર જાણ કરવા જણાવ્યું છે.

રેલવેના 25 હજાર વોલ્ટના તારમાંથી પતંગ કાઢવાથી જીવનું જોખમ થઇ શકે
રાજકોટ રેલવે ડિવિઝનમાં હાલ મોટાભાગના રેલવે ટ્રેક ઉપર ઈલેક્ટ્રિફિકેશનનું કામ થઇ ગયું છે અને આ ઈલેક્ટ્રિફિકેશનની લાઈનમાં હાઈ વોલ્ટેજ પાવર પણ શરૂ કરી દેવાયો છે, ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ઉડાવતી વખતે આ હાઈવોલ્ટેજ 25 હજાર વોલ્ટના ઈલેક્ટ્રિફિકેશનના તારથી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

અને સલામતી રાખવા જણાવાયું છે. રેલવે દ્વારા ફિટ કરાયેલા આ ઈલેક્ટ્રિફિકેશન તારમાંથી 25 હજાર વોલ્ટનો પાવર પસાર થતો હોય છે, જેથી આ તારમાં ફસાયેલી પતંગ ન લેવા કે તારના સંપર્કમાં ન આવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...