સ્ટિંગ માટે તૈયારી:10 દી’માં હિરાસર એરપોર્ટ પર થશે ટેસ્ટિંગ ફ્લાઈટનું ઉતરાણ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એપ્રિલ સુધીમાં DGCIની મંજૂરી મળે તેવી શક્યતા
  • રન-વે પર બધુ યોગ્ય જણાતા ટેસ્ટિંગ માટે તૈયારી

રાજકોટની ભાગોળે તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આગામી 10 દિવસમાં પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટ રન વે પર ઉતારવા માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે. હિરાસર એરપોર્ટ પર રન વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના બાંધકામો પણ પૂર્ણતાને આરે છે. રન વેને રાત્રીના સમયે દર્શાવતી લાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. જેને લઈને હવે ફ્લાઈટ ટેસ્ટિંગનો સમય આવી ગયો છે. આગામી 10 દિવસમાં એક ફ્લાઈટનું ઉતરાણ ટેસ્ટિંગ માટે કરાશે. આ ફ્લાઈટ નાની હશે અને તેના સફળ ઉતરાણ અને ટેકઓફ બાદ અન્ય મોટી ફ્લાઈટનું પણ ટેસ્ટિંગ કરાશે.

આમ અંદાજે 5થી 7 વખત ટેસ્ટિંગ કર્યા બાદ તે અંગેનો રિપોર્ટ ડીજીસીઆઈ પાસે જશે અને મંજૂરીની કાર્યવાહી થશે. સંભવત: એપ્રિલ સુધીમાં મંજૂરી મળી જશે એટલે ત્યાં પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરાશે જોકે હાલ રેસકોર્સ સ્થિત એરપોર્ટ પણ ત્યારે કાર્યરત જ રહેશે અને તબક્કાવાર ફ્લાઈટ નવા એરપોર્ટ પર ડાઈવર્ટ કરાશે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થશે ત્યારબાદ શિફ્ટ કરાશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...