તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે જ કારની ઠોકરે મંદિરના પૂજારીનું ઘટનાસ્થળે મોત

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાયકવાડીના મંદિરે પૂજા કરી બાઇક પર ઘરે જતા હતા ત્યારે કાળ આંબી ગયો

શહેરના ગાયકવાડીમાં આવેલા મહાદેવ મંદિરના પૂજારીનું ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે જ કારની ઠોકરે મોત નીપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જનાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો.ચંદ્રેશનગર પાસેના માયાણીનગરમાં રહેતા અને ગાયકવાડીમાં આવેલા હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી પૂજારી તરીકે સેવા આપતા દિનેશભાઇ ચંપકલાલ ત્રિવેદી (ઉ.વ.36) મંગળવારે રાત્રે આઠેક વાગ્યે મંદિરે પૂજાપાઠ કરી મંદિર બંધ કરી બાઇક પર પોતાના ઘરે જવા નીકળ્યા હતા. પૂજારી દિનેશભાઇ ત્રિવેદી જામટાવર નજીક ટ્રાફિક શાખાના પોલીસ સ્ટેશનની સામે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકો કારે બાઇકને ઠોકર મારી હતી.

કારની ઠોકરે દિનેશભાઇ બાઇક પરથી ફંગોળાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને દિનેશભાઇને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતક દિનેશભાઇના મોટાભાઇ લક્ષ્મીનગર પાસેની ગોલ્ડ કોઇન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો