‘મસ્તી’ની પાઠશાળા:રાજકોટનું શિક્ષક દંપતી ફુરસદમાં ગામડાં ખુંદી શિક્ષણથી વંચિત ભૂલકાંઓને પ્રકૃતિની ગોદમાં પ્રેક્ટિકલ અભ્યાસ પીરસે છે, લીંબોળી, માટી, રેતીથી કક્કો-બારાક્ષરી શીખવાડે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • એકડા સાથે આંકડાઓ, ABCD, અલગ અલગ શબ્દો શીખવવામાં આવે છે
  • શિક્ષક દંપતીની અથાગ મહેનતથી ગામડાંના વિદ્યાર્થીઓના જીવનનો દ્રષ્ટિકોણ બદલાયો

આજે શિક્ષક દિન છે. શિક્ષકની ભૂમિકા દરેકના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે. શિક્ષક વિદ્યાર્થીના જીવનને ઘડે છે, બદલે છે. ત્યારે આજે શિક્ષક દિવસ પર દિવ્ય ભાસ્કર રાજકોટના એક એવા શિક્ષક દંપતીની વાત આપની સામે રજૂ કરે છે જે સ્કૂલમાં પુસ્તકિયા કીડા બની જતાં બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણથી સજ્જ કરે છે. કોઈ પણ કારણોસર શિક્ષણથી અળગા રહેલા ભૂલકાઓને આ દંપતીએ અભ્યાસ તરફ વાળ્યા છે. પડધરી નજીકના ધરમપુર અને આસપાસના તમામ ગામના ભૂલકાંઓ આ મસ્તીની પાઠશાળાનો હોંશે હોંશે આનંદ માણે છે. શિક્ષક દંપતી ગામડાંના ભૂલકાઓને પ્રકૃતિની ગોદમાં લીંબોળી, રેતી, માટી વડે કક્કો-બારાક્ષરી શીખવાડી શિક્ષિત બનાવી રહ્યાં છે.

શિક્ષક દંપતીએ વિદ્યાર્થીઓના જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યો
વાત છે શિક્ષિકા પૂજાબેન પૈજા અને ગૌતમ ઇન્દ્રવડીયાની.... જેમણે બાળકોને પુસ્તકિયા કીડા બનાવવાની બદલે સરવાળો અને જ્ઞાનના ગુણાકાર વડે સ્માર્ટ શિક્ષણ આપી રહ્યાં છે. કહેવાય છે કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી પરંતુ આ શિક્ષકો એવા છે કે ચોવીસ કલાકમાંથી ફુરસદ માટે ગણતરીનો સમય કાઢે છે અને બાકીનો સમય ધરમપુર પંથકના બાળકો અને રસ્તે રઝળતા બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી રહ્યાં છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓના જીવનનો દ્રષ્ટિકોણ બદલાવનાર અને આજીવન બાળકોનાં શિક્ષણ માટે સમર્પિત એવા આ શિક્ષક યુગલના મિશનની વાત કરવી છે.

એકડાથી માંડી ABCD શીખડાવવામાં આવે છે
ભાર વગરના ભણતર માટે ધરમપુર પ્રાથમિક શાળાના આચાર્યા પૂજાબેને પ્રેક્ટિકલ રીતે અને ખાસ કરીને બાળકો પોતાની મસ્તીમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે અલગ-અલગ નવતર પ્રયોગ હાથ ધર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને ક્લાસની બહાર લઈ જઈ પ્રકૃતિના સંગાથે વિવિધ ચીજવસ્તુઓ સાથે ભણાવવાનું શરૂ કર્યું. જેમ કે, માટી, રેતી, લીમડાના વૃક્ષમાંથી ખરી પડેલી લીંબોળીમાંથી કક્કો અને બારાક્ષરીના અક્ષરો બનાવવાના, એકડા, બગડા સાથે આંકડાઓ, ABCD, અલગ અલગ શબ્દો શીખવવામાં આવે છે એ પણ ગુજરાતી અને અંગ્રેજી બંને પદ્ધતિમાં.

ગામડે ગામડે ફરી બાળકોને શિક્ષણ આપે છે.
ગામડે ગામડે ફરી બાળકોને શિક્ષણ આપે છે.

બાળકોનું મગજ ખૂબ સરસ અને યાદશક્તિ પણ સારીઃ પૂજાબેન
આ અંગે વાત કરતા પૂજાબેને જણાવ્યું હતું કે, બાળકોનું મગજ ખૂબ સરસ હોય છે. તેમની યાદશક્તિ પણ સારી હોય છે. જે વાતમાં તેમને રસ પડે તેવું મગજમાં ઊતરે છે. આથી ઘણાં કિસ્સાઓમાં એવું બને છે કે, તેમના માટે અભ્યાસ ભારરૂપ બની જતો હોવાથી યાદ રાખવાની તસ્દી લેતા નથી. પણ જો તેમને કોઈને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવે તો ખુશી ખુશી તેમાં ભાગ લઇ મળે છે અને આ પદ્ધતિથી તેમનો પાયો પણ પાકો થઈ જાય છે.

બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસે છે.
બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસે છે.

ગ્રામ્ય વિસ્તારનાં બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે
પૂજાબેને વધુમાં જણાવ્યું હતું કે, કહે છે કે બાળકો ઝાંકળની બૂંદની જેમ એકદમ શુદ્ધ હોય છે. પોપટીયા પાઠની જેમ કરાવેલો અભ્યાસ થકી તેઓ સફળ કારકિર્દી ઘડી શકતા નથી. આથી જીવનનું શિક્ષણ નકામું કે તે તમને વ્યવહારિક જીવનમાં વ્યર્થ સાબિત થાય, આજના ટેક્નોલોજીના સમયમાં બાળકો સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારનાં બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે.

લીંબોળીથી શિક્ષણ આપે છે.
લીંબોળીથી શિક્ષણ આપે છે.

સરકારી શાળાના અભ્યાસની પદ્ધતિ બદલી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોની માનસિકતા હોય એવી હોય છે કે, સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણમાં નબળા પડે છે. આવી વિચારસરણીને દૂર કરવા માટે અમે ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યાં છીએ. જેને મહદ અંશે સફળતા પણ મળી છે. એટલે જ આજે ગામડાઓમાં જ નહીં પણ મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલ તરફ વળી રહ્યાં છે. આદિ-અનાદિ કાળથી ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું વિશિષ્ટ સ્થાન રહેલું છે, કોરોનાકાળમાં ગુરુ એ અનેક પડકાર ઝીલીને ખરા અર્થમાં તેમનું મહત્વ સાર્થક કરી બતાવ્યું છે. ક્લાસરૂમમાં બ્લેક બોર્ડમાં ભણાવતા શિક્ષકોએ ઓફલાઈન શિક્ષણ બંધ થતા ટેકનોલોજીના ટેરવે ઘરે બેસીને ભણાવીને પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો છે.

ગામડાંના બાળકોને શિક્ષણ આપતા પુજાબેન.
ગામડાંના બાળકોને શિક્ષણ આપતા પુજાબેન.
અન્ય સમાચારો પણ છે...