• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Tanker Carrying Foreign Liquor Worth Rs 8.99 Lakh From Goa To Junagadh Was Seized From Atkot. Muddamal Worth Rs 19.12 Lakh Seized

ટેન્કરમાં દારૂની હેરાફેરી:ગોવાથી રૂા.8.99 લાખનો વિદેશી દારૂ ભરી જુનાગઢ જતું ટેન્કર આટકોટ પાસેથી ઝડપાયું, રૂ.19.12 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂ.8.99 લાખની કુલ 2532 વિદેશી દારૂની બોટલ મળી આવી - Divya Bhaskar
રૂ.8.99 લાખની કુલ 2532 વિદેશી દારૂની બોટલ મળી આવી
  • ટ્રકચાલક માંગીલાલ અને ક્લીનર ગોપીલાલની ધરપકડ
  • રાજસ્થાનના મનોહરસિંહના કહેવાથી ગોવાથી એક શખ્સે ટ્રકમાં દારૂ ભરી આપ્યો હોવાની કબૂલાત

રાજકોટ જિલ્લાના કોટડાસંગાણી વિસ્તારના નાના માંડવા પાસેથી એક દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોવાની બાતમી મળતા રાજકોટ રૂરલ એલ.સી.બી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગોંડલથી જુનાગઢ તરફ જતા હાઇવે પર વોચ ગોઠવી એક ટેન્કરને અટકાવી તલાશી લેતા તેમાં બે અલગ અલગ પ્રવાહી ભરવાના ખાના હતા. જેમાં એક ખાનામાં તપાસતા કોઈ વસ્તુ મળી આવી નહોતી પરંતુ બીજું ખાનું તપાસતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 8.99 લાખ કિંમતની 2532 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.19.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી છે.. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે.

નાના માંડવા ગામ પાસે વોચ ગોઠવી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ રૂરલ એલ.સી.બીના પીઆઇ એ.આર.ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે GJ 02 Z 4094 નંબરનો ટ્રક આટકોટથી ગોંડલ થઈ જૂનાગઢ તરફ જતો હોવાની બાતમી મળતા નાના માંડવા ગામ પાસે વોચ ગોઠવી ટેન્કર નીકળતા તેને અટકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા તેનું નામ માંગીલાલ પ્રહલાદજી બીસનોઈ અને ક્લીનર સાઈડમાં રહેલા શખ્સની પુછતાછ કરતા પોતાનું નામ ગોપીલાલ રામોજી બીસનોઈ હોવાનું જણાવ્યું હતું.

બે શખ્સોની ધરપકડ કરી
બે શખ્સોની ધરપકડ કરી

કુલ 2532 વિદેશી દારૂની બોટલ મળી
બંને શખ્સોને સાથે રાખી ટેન્કરને તપાસતા બોડીના કાચ ઉપર ધનલક્ષ્મી મહેસાણા અને ટેન્કરની બંને સાઈડમાં મહાદેવ માઈકલ પ્રા.લી લખેલ હતું. ત્યારબાદ ટેન્કરનું ઢાંકણું ખોલીને જોતા પ્રથમ ભાગ ખાલી હતો અને બીજા ભાગમાં અલગ અલગ બ્રાન્ડની રૂ.8.99 લાખની કુલ 2532 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

રૂ.19.11 લાખનો મુદ્દામાલ કબ્જે
એલસીબીએ બે મોબાઈલ, ટેન્કર અને દારૂના જથ્થા સહિત કુલ રૂ.19.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને શખ્સોની પૂછપરછમાં રાજસ્થાનના મનોહરસિંહનું નામ ખુલ્યું હતું અને ઝડપાયેલા બંને શખ્સોએ જણાવ્યું હતું કે દારૂનો જથ્થો મનોહરસિંહના કહેવાથી બંને શખ્સોને ગોવાથી ટેન્કરમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો.

જથ્થો કોણે મંગાવ્યો
દારૂનો મોટો જથ્થો જૂનાગઢ તરફ જતો હતો જે જથ્થો કોણે મંગાવ્યો? એ અંગે એલસીબીએ વધુ તપાસ આદરી છે. ગોવાથી રાજકોટ સુધી દારૂનો જથ્થો પહોંચી જતા ટોલનાકા કે કોઈ પોલીસને આ ટ્રકમાં કોઈ શંકાસ્પદ જેવું નહીં લાગ્યું હોય?તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.